Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ભરૂચ પંથકમાં પૂ, જલારામબાપાની 221મી જન્મજયંતીની ઉમંગભર્યા માહોલમાં ઉજવણી

પાદુકા પૂજન અને આરતીનું આયોજન :ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો : પ્રસાદનું આયોજન રદ

ભરૂચ : પૂ, જલારામ બાપાની 221 મી જન્મ જ્યંતીની ઉજવણી ભરૂચ પથકમાં ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં કરાઈ હતી અલબત્ત કોરોના મહામારીનાં પગલે મોટા પાયે કાર્યક્રમ યોજવામાં આવ્યા ન હતા તેમ છતાં ભરૂચ પંથકનાં દરેક વિસ્તારમાં જલારામ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી.

  ભરૂચનાં હનુમાન શેરીમાં આવેલ હનુમાનજી મંદિરમાં જલારામ જ્યંતી નિમિત્તે જલારામબાપા પાદુકા પૂજનનું આયોજન કરવામાં આવ્યું તેમજ ભરૂચનાં કસક જલારામ મંદિર ખાતે જલારામ જયંતિ નિમિત્તે આરતીનું આયોજન કરવામાં આવેલ હતું અને પૂજા કરવામાં આવેલી હતી તેમજ ભાવિ ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો. આ વર્ષે કોરોના મહામારી નિમિત્તે પ્રસાદનું આયોજન રદ કરવામાં આવ્યું હતું. આમ ભરૂચ નગર અને આસપાસનાં વિસ્તારમાં આવેલ જલારામ મંદિરો ખાતે તેમજ અન્ય મંદિરો ખાતે પણ જલારામ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી

(2:12 pm IST)
  • ડ્રગ્સ કેસમાં લોકપ્રિય કોમેડિયન ભારતી સિંહની ધરપકડ : તેના પતિ હર્ષએ પણ ગાંજાનું સેવન કરતો હોવાની કબૂલાત કરી : 86.5 ગ્રામ ગાંજો ઝડપાયો : પૂછપરછ ચાલુ access_time 8:17 pm IST

  • અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST

  • સાઉથ આફ્રિકાનો એક ખેલાડી કોરોનાથી સંક્રમિત : ઇંગ્લેન્ડ વિરુદ્ધ મર્યાદિત ઓવરોની સિરિઝ પહેલા સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ આઇસોલેશન પર access_time 3:44 pm IST