Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

મોડાસાના બોલુન્દ્રા ગામે પ્લોટની વહેંચણી કરવા મુદ્દે બે જૂથો બાખડ્યા:સામસામે હુમલામાં પાંચ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મોડાસા:તાલુકાના બોલુન્દ્રા ગામે પ્લોટ વહેંચણીના મુદ્દે બે પરીવારોમાં સર્જાયેલી બોલાચાલી મારામારીમાં પરીણમી હતી.અને આ પ્રકરણે લાભ પાંચમના દિવસે જ લાકડીઓ વીઝાતાં ૫ જણાને નાની મોટી ઈજાઓ પહોંચતાં સારવાર પુરી પડાઈ હતી.જયારે સામ સામે નોંધાયેલ ફરીયાદોના આધારે મોડાસા રૂરલ પોલીસે ૮ જણા વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તાલુકાના બોલુન્દ્રા ગામના અલ્પેશભાઈ પરમાર મોડાસા ખાતે ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવી રહયા છે.ગત ગુરૂવારે તેઓના ઘરેથી ફોન આવતાં તેઓ ઘરે ગયા હતા.તેમના માતા ના જણાવ્યા મુજબ બાજુના ઘરવાળા પ્લોટ મુદ્દે તેઓ સાથે બોલાચાલી કરી રહયા હતા.અલ્પેશભાઈ પરમાર ઘર આગળ ઉભા હતા ત્યારે શૈલેષભાઈ પરમાર સહિતના ઈસમો તેમને કહેવા લાગ્યા હતા કે ઘર ના પ્લોટની વહેંચણી કેમ કરતા નથી તેમ કહી જેમ તેમ ગાળો ભાંડવા માંડયા હતા.ગાળો બોલવાની અલ્પેશભાઈ એ ના પાડતાં શૈલેષભાઈ અને કનુભાઈ પરમાર ઉશ્કેરાઈ ગયા હતા.અને તેમની લાકડી લઈ અલ્પેશભાઈ ના માથાના ભાગે ફટકારી દીધી હતી. જયારે નાથાભાઈ પરમાર નામના શખ્શે પોતાની મોટર સાયકલ લઈ આવી અલ્પેશભાઈ ને ટક્કર મારી ઈજાઓ પહોંચાડી હતી.આ ઝઘડામાં મણીબેન પરમાર વચ્ચે પડતાં શૈલેષભાઈ એ આ મહિલાને કમ્મરના ભાગે લાકડી ફટકારી દીધી હતી.જયારે કાન્તાબેન નામની મહિલાએ મણીબેનને ગળદાપાટુનો માર માર્યો હતો. અલ્પેશભાઈ અને મણીબેન ને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા હતા.જયારે મોડાસા રૂરલ પોલીસે આ પ્રકરણે શૈલેષભાઈ પરમાર સહિત ચાર વિરૃધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(5:07 pm IST)