Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

સુરતના પુણા રોડ નજીક મોર્નિંગ વોકમાં નીકળેલ આધેડને ટેમ્પોએ હડફેટે લેતા કમકમાટીભર્યું મૃત્યુ

સુરત: શહેર માં પુણા રોડ અને ડુમસ રોડ પર મારુતિ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા બે વ્યક્તિઓના મોત નિપજયા હતા. નવી સિવિલથી મળેલી વિગત મુજબ ડુમસ ગામમાં વડવા ફળિયામાં રહેતા 36 વર્ષની બોનીકુમાર ગીરીશભાઈ ખલાસી ગત તારીખ 19 મોડી રાત્રે હજીરાની કંપનીમાં નોકરી કરી બાઈક પર ઘરે પરત આવતા હતા તે સમયે કુવાડા ત્રણ રસ્તાથી ડુમસ તરફ જવાના રોડ પર બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બનીકુમારને ગંભીર ઈજા થતા મોતને ભેટયા હતા બોનીકુમારને એક સંતાન છે હજીરાની કંપનીમાં નોકરી કરતા હતા આ અંગે ડુમ્મસ પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં પુણાના કુંભારિયા ગામ આ કુબેર નગર સોસાયટીમાં રહેતા 47 વર્ષીય દિનેશભાઈ નાનુભાઈ પટેલ ગત તારીખ ૭મી વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા તે સમયને કુંભારીયા અને દેવદ રોડ પર તેમને ટેમ્પા ચાલકે ટક્કર મારી હતી જેમાં તેમને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં ગઇકાલે વહેલી સવારે તેમનું મોત નિપજ્યું હતું જ્યારે દિનેશભાઈ સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે તે જમીન દલાલી સહિતના કામ સાથે સંકળાયેલા હતા.આ અંગે પુણા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:11 pm IST)