Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

કોંગ્રેસના વધુ એક નેતા કોરોનાની ઝપટે : આણંદના ધારાસભ્ય કાંતિ સોઢા પરમારને કોરોના વળગ્યો

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી

અમદાવાદ :કોંગ્રેસના વધુ એક નેતા કોરોના પોઝિટિવ થયા છે આણંદના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ સોઢા પરમારને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ સાથે અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસના 40 જેટલા નેતાઓ કોરોના મહામાીરમાં સપડાઇ ગયા છે.

આણંદના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ સોઢા પરમારને કોરોનાનો ચેપ લાગ્યો છે. અગાઉ 13મી નવેમ્બરે અમદાવાદમાં બાપુનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી જણાવ્યું છે કે આણંદ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર કોરોના સંક્રમિત થયા છે. અમિત ચાવડાએ કાંતિ સોઢાના ઝડપથી સાજા થવાની પ્રાર્થના પણ કરી છે

 

અગાઉ 13મી નવેમ્બરે અમદાવાદના પૂર્વ મેયર અને બાપુનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ત્યાર બાદ 17 નવેમ્બરે કેશોદના ભાજપના નેતા અને ધારાસભ્ય દેવાભાઈ માલમ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા. ડૉક્ટરની સુચનાથી ધારાસભ્ય હોમ આઈસોલેટ થઈ ગયા

(7:04 pm IST)