Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે નારણપુરામાં પીવાના પાણીની પાઈપમાં ભંગાણ:અનેક લોકો રોગચાળાની ઝપટે

છેલ્લા ત્રણ દિવસથી 60 થી 70 લોકોને ડાયેરિયાની તકલીફ :સ્થાનિકોને પીવાના પાણીની ટેન્કર પુરા પડાતા રોગચાળો

અમદાવાદ : કોરોનાનાં કહેર વચ્ચે નારણપુરા વોર્ડના પ્રગતિનગર ખાતે પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતા પ્રગતિનગર, મૈત્રીનગર અને સ્વાતંત્રસેનાની નગર સોસાયટીના અનેક રહીશોની તબિયત લથડી છે. છેલ્લા ત્રણ દિવસથી 60 થી 70 લોકોને ડાયેરિયાની તકલીફ થઈ છે. પશ્ચિમ ઝોનના એડી. સીટી. એન્જીનિયર ઋષી પંડ્યાએ પાઈપલાઈનનું કામ ચાલુ હોવાનું અને સ્થાનિકોને પીવાના પાણીની ટેન્કર પુરા પાડયાનું જણાવ્યું હતું. જો કે લોકોની તબિયત લથડયાનું કે ડાયેરીયાની તકલીફ થયાનું ધ્યાને ન હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ સ્થાનિકોએ જલ્દીથી કામગીરી પુરી થાય તેવી માંગ કરી છે

નારણપુરાના પ્રગતિનગર, મૈત્રીનગર અને સ્વાતંત્રસેનાની નગરના રહીશો પીવાના પાઈપલાઈનમાં ભંગાણ થવાથી બિમારીનો ભોગ બન્યા છે. છેલ્લા ત્રણ દીવસથી સ્થનિકો ઝાડા ઉલ્ટીમાં સપડાયા છે. તત્કાલ ધોરણે પીવાના પાઈપલાઈનનું કામ પૂરું કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. 2000 જેટલા લોકો પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થવાથી હેરાન થઈ રહ્યા છે. પીવાના પાણીમાં ગટરનું પાણી ભળવાથી લોકોને ઝાડા ઉલટી થયાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

દિવાળીના તહેવારમાં ઝાડ ઉલ્ટીની તકલીફ શરૂ થતાં શરૂમાં લોકોમાં કોરોના હોવાનો ફફડાટ ફેલાયો હતો. જેથી ઘણા લોકોએ કોરોના ટેસ્ટ પણ કરાવી લીધા જેમાં રિપોર્ટ નેગેટિવ આવતા સ્થાનિકોએ તપાસ કરી તો પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયું હોવાનું ધ્યાને આવ્યું હતું.

પશ્ચિમ ઝોનના એડી.સીટી.એન્જીનિયર ઋષિ પંડ્યાએ જણાવ્યું હતું કે, પાણીની પાઈપલાઈનનું કામ આ વિસ્તારમાં ચાલી રહ્યું છે. લોકોને પાણીની ટેન્કર પણ મોકલી આપી છે. જો કે સ્થાનિક લોકોને ઝાડ ઉલ્ટીની તકલીફ થયાની કે તબિયત લથડયાની બાબત મારા ધ્યાને નથી

(11:07 pm IST)