Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

એન્ટી લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ધરપકડ કરાયેલા આરોપીના ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા

સ્પેશ્યલ કોર્ટના રિમાન્ડ ઓર્ડરને રદ કર્યા બાદ આરોપી અહેમદ પટેલના જામીન મંજુર

અમદાવાદઃ ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબિંગ એકટની જોગવાઈઓના આધારે ધરપકડ કરાયેલા આરોપીના ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મંજુર કરાયા છે ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેંચે એન્ટી લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ જારી સ્પેશ્યલ કોર્ટના રિમાન્ડ ઓર્ડરને રદ કર્યા બાદ  આરોપી અહેમદ પટેલના જામીન મંજુર કર્યા છે. આરોપી અહેમદ પટેલનો કબ્જો મેળવવા માટે તેના પુત્ર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરવામાં આવી હતી.

વર્ષ ૧૯૮૭માં હરીશ શેઠ દ્વારા અશાંતધારાના કાયદા હેઠળ અહેમદ પટેલ સાથે મિલકત સંબંધી વેચાણ કરાર કરવામાં આવ્યા હતા. જોકે વર્ષ ૨૦૦૬માં તેમના મૃત્યુ બાદ તેમના પુત્ર પ્રણવે અહેમદ પટેલ સામે અશાંતધારના કાયદા હેઠળ વાંધો વ્યકત કર્યો હતો.

ચાલુ જાન્યુઆરી મહિનામાં પ્રણવ શેઠે એન્ટી લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ અહેમદ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી અને જ્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

(3:27 pm IST)