Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

આરોગ્ય કર્મચારીઓની હડતાલ અને સરકારના ફુંફાડા બન્ને ચાલુ : હવે શિસ્ત ભંગના પગલા

રાજકોટ તા. ૨૧ : રાજ્યની પંચાયતો હસ્તકના આરોગ્ય કર્મચારીઓની હડતાલનો આજે ૧૦મો દિવસ છે. કર્મચારીઓની હડતાલ અને સરકારની ચીમકી બન્ને ચાલુ છે. સરકાર તરફથી મંત્રણા માટે હજુ કોઇ વિધિવત નિમંત્રણ પાઠવાયું નથી. ફરજ પર હાજર ન થનારા આરોગ્ય કર્મચારીઓ સામે એપેડેમિક ડીસીઝ એકટ ૧૮૯૭ની જોગવાઇ હેઠળ પગલા ભરવા ગઇકાલે પંચાયત વિભાગના સંયુકત સચિવશ્રી જયદીપ દ્વિવેદીએ તમામ જિલ્લા વહીવટી તંત્ર જોગ પરિપત્ર કર્યો છે.

આરોગ્ય કર્મચારીઓ હાલ હડતાલ ચાલુ રાખવાના મૂડમાં છે. સરકાર ચીમકી બાદ હવે તેની અમલવારી કરવા માંગે છે. હડતાલને વગર રજાની ગેરહાજરી ગણી શિસ્તભંગના પગલા લેવા માટે સરકાર આગળ વધી રહી છે. સરકારે આપેલ ચીમકી મુજબ ખાતાકીય તપાસ અને ધરપકડ સુધીના પગલાની તૈયારી છે. કર્મચારી આગેવાનોને નોટીસ આપવાની પ્રક્રિયા જે તે કલેકટર તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.

(3:19 pm IST)