Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

હેપીનેસ ઇન્‍ડેક્ષમાં ગુજરાત છઠ્ઠા ક્રમે

મિઝોરમ સૌથી ખુશ રાજ્‍ય : ઓરિસ્‍સા-ઉત્તરાખંડ -છત્તીસગઢ છેલ્લે

નવી દિલ્‍હી,તા. ૨૧: તાજેતરમાં જ સંયુક્‍ત રાષ્ટ્રએ ટોપ ખુશખુશાલ દેશનું લિસ્‍ટ જાહેર કર્યું હતું. જેમાં ભારતનો ૧૪૪મો નંબર હતો અને ફિનલેન્‍ડ ટોપ પર હતું. જયારે હવે રાષ્ટ્રીય હેપીનેસ અને ખુશીને માપતો ભારતનો પહેલો ઈન્‍ડિયા હેપીનેસ રિપોર્ટ આવી ગયો છે. જેમાં મિઝોરમ, પંજાબ અને આંદામાન અને નિકોબાર રાજય અને કેન્‍દ્ર શાસિત પ્રદેશ તરીકે ટોપ ૩માં આવ્‍યાં છે. જયારે ગુજરાતનો નંબર છઠ્ઠો છે.

આ સ્‍ટડી રાજેશ પિલાનિયા દ્વારા કરવામાં આવી હતી. રાજેશ પિલાનિયા એક મુખ્‍ય મેનેજમેન્‍ટ સ્‍ટ્રેટેજી એક્‍સપર્ટ છે. આ સ્‍ટડી માર્ચ અને જુલાઈ ૨૦૨૦ દરમિયાન ૧૬,૯૫૦ લોકોને આવરી લેતા એક રાષ્ટ્રવ્‍યાપી સર્વેક્ષણ પર આધારિત છે અને લોકો પર કોવિડ-૧૯ના અસરને પણ ટ્રેક કરે છે. સ્‍ટડીમાં એવું પણ કહેવામાં આવ્‍યું છે કે લોકોએ કોવિડ મહામારી દરમિયાન વધારે રિકવરી જોવા મળી હતી. ફાઈનલ હેપિનેસ રેન્‍કિંગમાં મિઝોરમ, પંજાબ, આંદામાન અને નિકોબાર દ્વિપ ટોપમાં આ ત્રણે રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશનો સમાવેશ થાય છે. જયારે ઓરિસ્‍સા, ઉત્તરાખંડ અને છત્તીસગઢ નીચેના ત્રણ રાજયો છે.

મોટા રાજયોમાં પંજાબ, ગુજરાત અને તેલંગાણાના નામ ઉપર છે. જયારે નાના રાજયોમાં મિઝોરમ, સિક્કિમ અને હિમાચલ પ્રદેશે ટોચનું રેન્‍કિંગ મેળવ્‍યું છે. રિસર્ચે આંદામાન અને નિકોબાર દ્વીપ સમુહ, પોંડિચેરી અને લક્ષદ્વીપને સૌથી ખુશખુશાલ કેન્‍દ્ર શાસિતનો સમાવેશ થાય છે. સર્વેના પરિણામ દર્શાવે છે કે વૈવાહિક સ્‍થિતિ, ઉંમર, શિક્ષણ અને આવક સકારાત્‍મક રીતે ખુશીથી સંબંધિત છે અને પરીણિત લોકો અપરીણિત લોકો કરતા વધારે ખુશ છે. દિલ્‍હી, મહારાષ્ટ્ર અને હરિયાણાએ હેપિનેસ પર કોવિડની સૌથી ખરાબ અસરનો સામનો કર્યો છે. જયારે પુડ્ડુચેરી અને જમ્‍મુ અને કાશ્‍મીર તટસ્‍થ છે.

 

સમગ્ર લિસ્‍ટ...

* નંબર ૧:  મિઝોરમ, Happiness score: ૩.૫૭

* નંબર ૨: પંજાબ, Happiness score: ૩.૫૨

* નંબર ૩: આંદામાન-નિકોબાર, Happiness score: ૩.૪૭

* નંબર ૪: પુડ્ડુચેરી, Happiness score: ૩.૪૪

* નંબર ૫: સિક્કિમ, Happiness score: ૩.૪૩

* નંબર ૬: ગુજરાત, Happiness score: ૩.૪૨

* નંબર ૭: અરુણાચલ પ્રદેશ, Happiness score: ૩.૪૧

* નંબર ૮: લક્ષદ્વીપ, Happiness score :૩.૪૧

* નંબર ૯: તેલંગાણા, Happiness score: ૩.૪૧

* નંબર ૧૦: ઉત્તર પ્રદેશ,Happiness score: ૩.૪૧

(10:14 am IST)