Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

વિધાનસભા સત્રનો પ્રારંભઃ કોરોનાની ચર્ચા માટે અલગ સમય ફાળવાશે

પાંચ દિવસ ચાલશેઃ પ્રશ્નોતરી નથી, માત્ર જુદા-જુદા બીલો ઉપર ચર્ચા

ગાંધીનગર : ચૌદમી વિધાનસભાનું વર્ષ ૨૦૨૦નું ચોમાસુ સત્રનો આજથી આરંભ થાય છે. આ સત્ર પાંચ દિવસ ચાલશે.

આજથી શરૂ થતા આ સત્રમાં કોરોનાની મહામારીના કારણે નિર્વશ રહેશે. ગૃહમાં માત્ર ધારાસભ્‍યો સિવાય કોઈને પ્રવેશ નથી. બીજી તરફ પ્રશ્નોત્તરી છે. નહિં માત્ર જુદા જુદા બીલો પર ચર્ચા કરવામાં આવશે અને ત્‍યારબાદ તેમાં સુધારા વધારા કરી વહીવટી મંજૂરી આપવામાં આવશે.

આ સત્રમાં વિપક્ષની માંગણીને ધ્‍યાને લઈ કોરોનાની ચર્ચા માટે અલગ સમય ફાળવવામાં આવેલ છે. જેમાં ગૃહમાં ઉપસ્‍થિત સભ્‍યો ચર્ચામાં ભાગ લેશે. ૬ થી વધારે ધારાસભ્‍યો કોરોનાના કારણે આવી શકશે નહિં.

કોરોનાની મહામારી ધ્‍યાને લઈ સચિવાલય / વિધાનસભા સંકુલમાં પ્રવેશ બહારના કોઈપણ વ્‍યકિતને આપવામાં આવશે નહિં. ઉપરાંત અંદર જતા તમામનું પોલીસ તંત્ર દ્વારા કડક ચેકીંગ કરવામાં આવશે.

(11:14 am IST)