Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

એ ચીટર ગેંગ બિહારથી દિલ્‍હી,દિલ્‍હીથી સુરત ફલાઇટમાં આવતી'તી

એટીએમમાંથી કાર્ડ રીડર ચોરી, ડેટા કલોનીંગ મશીન દ્વારા ડુપ્‍લીકેટ એટીએમ કાર્ડ દ્વારા અ-ધ-ધ રકમ ચાંઉ કરી જતી, હોલીવુડની કાલ્‍પનીક કથાથી ચઢીયાતી સત્‍યકથા, સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે અકિલા સમક્ષ અથથી ઇતિ સુધીની કથા વર્ણવી : પોલીસ કમિશ્નર-એડીશ્નલ પોલીસ કમિશ્નર શરદ સિંઘલ-ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આર.આર.સરવૈયાની રણનીતીને સફળતાઃ બીટુ ગેંગના પ સભ્‍યોની પૂછપરછમાં પ્રથમ તબક્કે જ ૧૦ ગુન્‍હાઓનો ભેદ ઉકેલાયો : સૌરાષ્‍ટ્ર-ગુજરાતના ગુન્‍હાઓનો પણ ભેદ ખુલવાની પ્રબળ સંભાવનાઃ મુંબઇ-દિલ્‍હી-ઝારખંડ સહીત ભારતના વિવિધ રાજયોમાં ચીટર ગેંગ દ્વારા ઉભી કરાયેલી માયાજાળનો પીઆઇ એ.જી.રાઠોડ તથા પીએસઆઇ ડી.એમ.રાઠોડ ટીમ દ્વારા પર્દાફાશ

રાજકોટ, તા., ૨૧: સુરત શહેરમાં એટીએમમાંથી કાર્ડ રીડરની ચોરી કરી તેના ડેટાથી કલોનીંગ મશીન દ્વારા ડુપ્‍લીકેટ એટીએમ કાર્ડ બનાવી સંખ્‍યાબંધ લોકોના ખાતામાંથી દેશના વિવિધ રાજયોના એટીએમમાંથી રોકડ રકમ ઉપાડતી ઇન્‍ટરનેશનલ ગેંગને સુરત શહેર ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા કઇ રીતે ઝડપવામાં આવી તેની રસપ્રદ કથા અકિલા સમક્ષ વર્ણવા સાથે ઇન્‍ટરનેશનલ ગેંગના ચીટરો બિહારથી દિલ્‍હી અને દિલ્‍હીથી સુરત ફલાઇટમાં આવી અલગ-અલગ એટીએમને નિશાન કઇ રીતે બનાવવામાં આવેલ તેની હોલીવુડ અને બોલીવુડની કાલ્‍પનીક કથાથી ચડીયાતી સત્‍યકથાનું અથથી ઇતિ સુધી અકિલા સમક્ષ રસપ્રદ બ્‍યાન કર્યુ છે.

સુરત શહેરમાં ગરીબ અને મધ્‍યમ વર્ગના લોકોના મહેનતની કમાણીના રૂપીયા ડુપ્‍લીકેટ એટીએમ દ્વારા બારોબાર ઉપડી જતા હોવાની વ્‍યાપક રજુઆતો પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર સમક્ષ થતા તેઓએ તુર્ત જ આ બાબતે ક્રાઇમ બ્રાન્‍ચના એડીશ્નલ પોલીસ કમિશ્નર શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આર.આર.સરવૈયા સાથે તાકીદની બેઠક યોજી આરોપીઓને ઝડપી લેવા રણનીતિ તૈયાર કરી હતી.

ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ્‍પેકટર એ.જી.રાઠોડ, પીએસઆઇ ડી.એમ.રાઠોડ સહીતની વિવિધ ટીમો બનાવી બેંકો તેમજ હિટાચી કંપનીનો સંપર્ક કરી ડુપ્‍લીકેટ એટીએમ કાર્ડ દ્વારા બેંકમાંથી ઉપાડાતા નાણાની આખી પધ્‍ધતીનો ઉપયોગ, સીસીટીવી  ફુટેજો, બાતમીદારો અને ટેકનીકલ સર્વેલન્‍સ કામે લગાડતા જ બિહારના ૫ કુવિખ્‍યાત શખ્‍સોના નામો સપાટી ઉપર આવી ગયા હતા.

બિહાર પંથકના બીટુકુમાર ભુમિહાર (ઉ.વ.ર૪), મુરારીકુમાર (ઉ.વ.ર૬), હિમાંશુ શેખર (ઉ.વ.રર), રીતુરાજસીંગ ઉર્ફે બીટુ (ઉ.વ.ર૧) અને સોનુકુમારસીંગ (ઉ.વ.૧૯) ને ઝડપી લઇ તેની આગવી ઢબે પુછપરછ કરતા જ ઉકત આરોપીઓ વોન્‍ટેડ આરોપી  મનિષકુમારની સાથે મળી બિહારથી દિલ્‍હી અને દિલ્‍હીથી સુરત ફલાઇટમાં આવી એકસીસ બેંકના એટીએમને ટાર્ગેટ કરેલ.  બેંકના એટીએમ મશીનનું વુડ ડુપ્‍લીકેટ ચાવીથી ખોલી એટીએમમાંથી પૈસા ઉપાડવા જતી વ્‍યકિતઓના કાર્ડ ડેટા ચોરી કરવાના ઇરાદે એ એટીએમના કાર્ડ રીડરમાં ચીપ ઇર્ન્‍સ્‍ટ કરી કાર્ડના ડેટાની કોપી કરી લેતા. સાથોસાથ ચોરી કરતું સ્‍કીમર ડીવાઇસ ફીટ કરી એટીએમ મશીનમાં કેશ ઉપાડવા આવતી વ્‍યકિતની આજુબાજુમાં ઉભા રહી તે વ્‍યકિતના એટીએમ કાર્ડના પીન નંબરના છેલ્લા ૪ ડીજીટ જોઇને લખી નાખતા.

એટીએમ મશીનમાંથી કાર્ડ રીડરની ચોરી કરી તે ચોરી કરેલ પીન નંબર તથા કાર્ડ નંબરની માહીતી તથા સ્‍કીમર મશીન દ્વારા ચોરી કરેલ ડેટાની માહીતી સરખાવી એટીએમ કાર્ડના આખા નંબર તથા તેના ચોરી કરેલ પીન નંબર આધારે દિલ્‍હી તથા બિહાર જઇ પોતાની પાસેના ચોરીના એટીએમ કાર્ડના રાઇટર શોફટવેરના મદદથી સ્‍કીમર મશીન દ્વારા એટીએમના ડેટાની માહીતી બ્‍લેક કાર્ડમાં રાઇટ કરી તે એટીએમ કાર્ડ કલોન કરી દિલ્‍હી ફિરોજપુર જઇ પૈસા ઉપાડી લેતા. આરોપીઓ દ્વારા મુંબઇ, દિલ્‍હી, બિહાર, ઝારખંડ, ઉતરપ્રદેશ તેમજ દેશના અલગ-અલગ રાજયોમાં આ રીતે નાણા ઉપાડી લેવાયાનું ખુલ્‍યું છે.  પ્રાથમીક તબક્કે જ ૧૦ ગુન્‍હાઓનો ભેદ ઉકેલાયો છે.

(12:41 pm IST)