Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

એન્‍જેલ બ્રોકિંગનો આઇપીઓ કાલે ખુલશે

રૂ.૧૦ની ફેસ વેલ્‍યુઃ ઇકિવટી શેરની પ્રાઇસ બેન્‍ડ રૂ.૩૦૫થી ૩૦૬

અમદાવાદ, તા.૨૧: એન્‍જેલ બ્રોકિંગ લિમિટેડ (કંપની) ભારતમાં ૩૦ જૂનના રોજ એનએસઇ પર એકિટવ કલાયન્‍ટની દ્રષ્‍ટિએ સૌથી મોટા રીટેલ બ્રોકિંગ હાઉસ પૈકીની એક છે (ષાોતઃ ક્રિસિલ રીપોર્ટ) કંપની કાલે ૨૨ સપ્‍ટેમ્‍બરના રૂ.૧૦ની ફેસ વેલ્‍યુ ધરાવતા એના ઇકિવટી શેર (‘ઇકિવટી શેર' અને પ્રકારની ઇનિશિયલ પબ્‍લિક ઓફર ‘ઓફર')નો આઇપીઓ (ઇનિશિયલ પબ્‍લિક ઓફર) લાવશે. ઓફર તા.૨૪ના બંધ થશે. ઓફરની પ્રાઇસ બેન્‍ડ ઇકિવટી શેરદીઠ રૂ.૩૦૫ થી ૩૦૬ નકકી કરવામાં આવી છે. આઇપીઓમાં કંપનીની ઇકિવટી શેર સામેલ છે, જે એકંદરે ૬,૦૦૦,૦૦ મિલિયનના છે, જેમાં ૩,૦૦૦,૦૦ મિલિયનની વેચાણ માટે ઓફર (‘ઓફર ફોર સેલ') સામેલ  છે.

 

બિડસ લઘુતમ ૪૯ ઇકિવટી શેર માટે અને પછી ૪૯ ઇકિવટી શેરના ગુણાંકમાં થઇ શકશે. લિસ્‍ટિંગ પછી આ ઓફરમાં ઓફર થયેલા ઇકિવટી શેરનું લિસ્‍ટિંગ બીએસઇ લિમિટેડ અને નેશનલ સ્‍ટોક એકસચેન્‍જ ઓફ ઇન્‍ડિયા લિમિટેડ (NSE) પર થશે.

(3:46 pm IST)