Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ગાંધીનગર પોલીસની સલામતી શાખાના ઈન્સ્પેક્ટરે મોડી રાત્રે સચિવાલય સંકુલમાં લમણે ગોળીમારી આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી: તપાસ શરૂ

ગાંધીનગર:પોલીસની સલામતી શાખાના પોલીસ ઈન્સ્પેકટરે ગઈકાલે મોડી સાંજે સચિવાલય સંકુલમાં જ બ્લોક નં.રની સામે પોતાની કારમાં સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી લઈ આપઘાત કરી લીધો હતો. જે ઘટનાના પગલે પરિવાર સહિત સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં પણ શોકની લાગણી પ્રવર્તી છે.

આ પોલીસ અધિકારીએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે જાણવા માટે સે-7 પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જો કે તેમની કારમાંથી પોલીસને કોઈ ચીઠ્ઠી મળી આવી નથી. હાલ તો આપઘાતની તમામ થીયરી ઉપર પોલીસ તપાસ કરી રહી હોવાનું જાણવા મળી રહયું છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલા સંપદ પ્રાઈમ ફલેટ ખાતે રહેતાં અને મુળ બાયડ તાલુકાના વતની એવા પોલીસ ઈન્સ્પેકટર પ્રિતેશ જે.પટેલ ઉવ.41ની તાજેતરમાં જ માણસાથી ગાંધીનગર સચિવાલય સલામતી શાખામાં બદલી કરવામાં આવી હતી. સચિવાલયમાં નિત્યક્રમ મુજબ સાંજે ફરજ પુરી કરીને તેઓ ઘરે જતાં રહેતા હતા. સચિવાલય સલામતી શાખાના પોલીસ ઈન્સ્પેકટર પ્રિતેશ જે.પટેલના પત્નિ પણ શિક્ષિકા છે અને તેઓ ખુદ પણ સરકારી શિક્ષક તરીકે નોકરી કરતાં હતા. વર્ષ ર008માં પીએસઆઈની પરીક્ષા પાસ કરીને પોલીસ ખાતામાં જોડાયા હતા અને પ્રમોશન મેળવી પોલીસ ઈન્સ્પેકટર બન્યા હતા. પરિવારમાં બે સંતાનોના અભ્યાસ માટે તેઓ ગાંધીનગર રહેવા માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

(5:55 pm IST)