Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ઇડર તાલુકાના મુડેટીથી ગોરલ જતી વેળાએ બે બાઈક સામસામે અથડાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે ચાલકોના ઘટનાસ્થળેજ મૃત્યુ

ઇડર:તાલુકાના મુડેટીથી ગોરલ તરફ જતા રોડ પર શનિવારે સાંજે બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતાંબંને બાઈક ચાલકોના શરીરના ભાગે ગંભીર ઇજાઓને લઇ ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા હતા. આ ઘટના અંગે પોલીસે મૃતક બંને બાઈક ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છેમુડેટી ગામની સીમમાં ખેત મજુર તરીકે કામ કરતો મહેશભાઈ રણછોડભાઈ પાંડોર શનિવારે સાંજના સુમારે બાઈક પર સવાર થઇ ગોરલથી મુડેટી તરફ જવા માટે નિકળ્યો હતો તેવામાં સામેથી બાઈક લઇને આવતા અન્ય એક ખેત મજૂર પોપટભાઈ પ્રવિણભાઈ ડોડિયારની બાઈક સાથે ધડાકાભેર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બંને બાઈક ચાલકોને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

દરમિયાન અકસ્માતની જાણ થતાં આજુબાજુથી દોડી આવેલા લોકો પૈકી કોઇકે ૧૦૮ને જાણ કરતાં૧૦૮ની ટીમ પણ આવી પહોંચી હતી. જો કે ૧૦૮ ના સ્ટાફે ચકાસણી બાદ બંને ખેતમજુરોને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસે દોડી આવી પંચનામાની વીધિ બાદ બંને મૃતદેહને પી.એમ.માટે મોકલી આપ્યા હતા. મૃતક બંને બાઈક ચાલક પૈકી મહેશભાઈ પાંડોર ભિલોડા તાલુકાના બુધ રાસણ ગામના જ્યારે પોપટભાઈ ડોડિયાર ભિલોડા તાલુકાના પહાડિયા ગામના હોવાનું તથા બંને અંદરો-અંદર સગા-સંબંધી હોવાનું જાણવા મળેલ છે.

(6:01 pm IST)