Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

મેટ્રો સિટી જેવી જ પોલીસની શી ટીમ હવે વલસાડમાં પણ સક્રિય: મહિલાઓ, યુવતીઓની છેડતી કરતા રોડ રોમિયો પર શી ટીમ ત્રાટકશે

વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલા ગુનેગારો પર લગામ લગાવા મેદાને

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ શહેરમાં નાકા પર અડ્ડા પર ભેગા થઇ યુવતીઓની છેડતીના બનાવો વખતો વખત બનતા રહે છે. આવા બનાવો સામે અમદાવાદ જેવા મેટ્રોસિટીમાં પોલીસે શી ટીમ બનાવી છે. મેટ્રોસિટીના પાઇલોટ પ્રોજેક્ટને સફળતા મળતા હવે આવી ટીમ વલસાડ પોલીસે પણ બનાવી છે. જેઓ વલસાડમાં ફરશે અને મહિલાની છેડતી અટકાવવા રોડ રોમિયો પર ત્રાટકશે. તેમજ તેઓ વૃદ્ધોની પણ વ્હારે આવશે

  . વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદિપસિંહ ઝાલાએ શી ટીમ સંદર્ભે માહિતી આપતા અકિલા સાથેની વાતચિતમાં જણાવ્યું કે, વલસાડમાં મહિલાઓની છેડતીને અટકાવવા શી ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમ રોડ પર ટોળુ વળી મહિલાઓની છેડતી કરતા યુવાનોને સબક શિખવાડશે. તેમજ તેઓ મહિલાઓ સાથે થતા અત્યાચારો સામે તેમને રક્ષણ આપવા હંમેશા સ્ટેન્ડ બાય રહેશે. આ સિવાય તેઓ વૃદ્ધોની સેવા અને સુરક્ષા માટે પણ ખડે પગે તૈનાત રહેશે. વલસાડમાં બનેલી શી ટીમ દ્વારા શહેરમાં રામવાડી વિસ્તારમાં આવેલી ઝુપડપટ્ટીમાં ગરીબોને અનાજ વિતરણ પણ કરાયું હતુ. તેમના દ્વારા રોડ રોમિયોને ડામવા સાથે સમાજ સેવાનું પણ કાર્ય કરવામાં આવશે

  . વધુમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતુ કે, શી ટીમ માટે ખાસ વાહનોની ફાળવણી કરવામાં આવી છે. તેમને એક જીપ પણ ફાળવાશે. જેઓ ઘટનાની જાણકારી મળતા તૂરંત ઘટના સ્થળે પહોંચી જશે. તેમજ આ ટીમને ખાસ ડ્રેસ ફાળવાશે. જેઓ નવા રૂપ રંગમાં જોવા મળશે. આ ટીમ સિટી પીઆઇ એચ. જે. ભટ્ટની આગેવાનીમાં જાંબાઝ મહિલા પીએસઆઇ એન. ટી. પુરાણી, એએસઆઇ મયુરીબેન બોરસે, પુનમબેન ચૌધરી કામગીરી બજાવશો જિલ્લા પોલીસ વડાની આ ટીમ આવારા તત્વોને ભો ભીતર કરશો

(6:49 pm IST)