Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

રાજપીપળા પાસેના ભદામ ગામની કરજણ નદીમાં ન્હાવા પડેલા પાંચ બાળકો પૈકી ૨ બાળકો પાણીમાં ડૂબી જતાં લાપતા

રાજપીપળા નગરપાલિકાની ફાયર ફાઇટર ટિમ દ્વારા રેસ્ક્યુ કામગીરી ચાલુ,રાજપીપળા પોલીસ ઘટના સ્થળે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નજીક આવેલા ભદામ ગામની કરજણ નદીમાં આજે બપોરે નાહવા પડેલા પાંચ નાના બાળકો પૈકી બે બાળકો નદીના પાણીમાં ડૂબી ગયા હોય લાપતા થતા રાજપીપળા નગર પાલિકાની ફાયર ફાઇટર ટિમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરી રહી છે.
 નાહવા પડેલા પાંચ બાળકો પૈકી શુભમ અને અમર નામના બે બાળકો પાણીમાં ડૂબતા જ બાકીના બે ડર ના માર્યા ઘરે ચાલ્યા ગયા હતા જ્યારે અન્ય એક બાળક ઘટના સ્થળે રેસ્ક્યુ ટિમ ને જાણકારી આપી રહ્યો હતો .આમ પણ સાંજે પડી જતા અંધારાના કારણે ફાયર ટિમને રેસ્ક્યુ કરવામાં તકલીફ પડી રહી હોવા છતાં પાલિકાના ફાયર ફાયટરો હાલ ઘટના સ્થળે રેસ્ક્યુની કામગીરી કરી રહયા છે.જોકે આ લખાય છે ત્યારે સાંજના 6.૩૦ વાગ્યા સુધી પણ ડૂબેલા બે બાળકોની કોઈ ભાળ મળી નથી ઘટના સ્થળે ગ્રામજનોના ટોળાં મોટી સંખ્યા માં ઉમટી પડ્યા હતા. બાળકોના પરિવાર જનો ત્યાં આક્રંદ કરતા નજરે પડ્યા હતા

(7:14 pm IST)