Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

અમદાવાદમાં મનપાની આકરી કાર્યવાહી: સાત એકમોને સીલ કર્યા :785 કેસ કરીને દંડ વસૂલ્યો

માસ્ક ન પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ દંડ ફટકારાયો

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોવિડ 19ની ગાઇડલાઇનનો ભંગ કરવા બદલ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સાત એકમોને સીલ કર્યા છે સાથોસાથ 785 કેસો કરીને 7,85,000નો દંડ વસૂલ કર્યો છે.

  શહેરમાં કોરોનાના વધતાં જતાં કેસોને ડામવા માટે સરકાર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જાહેરમાં માસ્ક પહેરવું અને સોશfયલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજિયાત છે. શહેરીજનોને આ બાબતે સમજ આપવા અને જાહેરનામાનો અસરકારક અમલ કરાવવા માટે 7 ઝોનમાં 48 વોર્ડમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કુલ 192 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી છે

આ ટીમોએ દૈનિક ધોરણે તેમ જ શનિવાર અને રવિવારની રજાઓમાં મોડીરાત સુધી ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન માસ્ક ન પહેર્યુ હોય કે સોશિયલ ડીસ્ટન્સિંગનો અભાવ જોવા મળતો હોય તેવા એકમોને દંડ અને સીલ( Seal) કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી હતી. Seal

સોલીડ વેસ્ મેનેજમેન્ટ વિભાગ દ્રારા શહેરની હોટલો, રેસ્ટોરન્ટ, ફાસ્ટફુડ સેન્ટરો, શોપિંગ મોલ, શો રૂમો વગેરેમાં કોવીડ 19 માટે આપવામાં આવેલી SOPનું પાલન કરવામાં આવે છે કે નહીં તે માટે ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન સાત એકમોને સીલ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરવા બદલ તેમ જ જાહેરમાં માસ્ક નહીં પહેરવા બદલ 785 કેસો કરીને એક હજાર લેખે 7,85,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જેમાં સૈથી વધુ કેસો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 366 કેસો કરીને 3,66,000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો.

(9:35 pm IST)