Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

સુરતમાં ઉમરા પોલીસે બાતમીના આધારે વેસુ આગમ આર્કેડ ખાતેથી ઓનલાઇન સટ્ટો રમાડતા શખ્સને ઝડપી પાડ્યો

સુરત: શહેરમાં ઉમરા પોલીસે બાતમીના આધારે વેસુ આગમ આર્કેડ ખાતે અર્બન સ્પોર્ટસ નામની દુકાન પાસેથી ડેનિયલ વિજય પટેલ (ઉ.વ. 20 રહે. એ 45, ભાગ્યલક્ષ્મી સોસાયટી, વિભાગ 1, પીપલોદ) ને ઝડપી પાડયો હતો. 

પોલીસે ડેનિયલની તલાશી લેતા હાથ પર જુદા-જુદા આંકડા લખેલા હતા અને RENAIM લખેલી ડાયરી મળી હતી. જેમાં સાંકેતિક ભાષામાં આંક 0 થી 9 આંક લખેલા હતા અને તેની સામે અલગ-અલગ ગ્રાહકોના નામ અને બીજા પેજ પર પૈસા લખેલા હતા. પોલીસે ડેનિયલ પાસેથી ડાયરી, રોકડા રૂા. 6100, બે મોબાઇલ ફોન કબ્જે લીધા હતા. ડેનિયલના મોબાઇલમાં વ્હોટ્સ અપ ચેક કરતા તેમાં પણ 0 થી 9 આંક અને પૈસા લખેલા હતા. 

જે અંગે પુછપરછ કરતા ડેનિયલ ગ્રાહકોને વ્હોટ્સ અપ પર 0 થી 0 આંક મોકલાવતો હતો. ગ્રાહક પોતાના પૈસા 0 થી 9 આંક પર લગાવતા હતા. જે મુજબ મેચનો પ્રથમ દાવ લેનાર ટીમ જે સ્કોર કરે તે સ્કોરનો છેલ્લો આંક આવે તે આંક ઉપર પૈસા લગાવનાર ગ્રાહકને તેને જ રકમ લગાવેલી હોય તે રકમની 9 ગણી રકમ આપી મોબાઇલ ફોન પર મેચનો લાઇવ સ્કોર જોઇ સટ્ટો રમાડતો હોવાનું કબુલ્યું હતું. પોલીસે ડેનિયલ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:57 pm IST)