Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

GTUની અનોખી પહેલ : માસ પ્રમોશન મેળવનાર વિદ્યાર્થીઓ માટે 26મીએ યોજાશે ખાસ પરીક્ષા

જે વિદ્યાર્થીઓ માસ પ્રમોશનથી સંતુષ્ટ નથી તેઓ પરીક્ષા આપી શકે છે

અમદાવાદ : કોરોનાના કારણે શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ તો અટવાઇ પડ્યો હતો સાથે પરીક્ષાઓ પણ અટવાઈ હતી. જેથી ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓએ અંતિમ વર્ષ સિવાય વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવમાં આવ્યા હતા. પરંતુ જે વિદ્યાર્થીઓ માસ પ્રમોશનથી સંતુષ્ટ નથી અને તેઓએ પરીક્ષા આપવી છે તો તે માટે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ ખાસ આયોજન કર્યું છે. GTU એવી પહેલી યુનિવર્સિટી બની છે કે જેણે માસ પ્રમોશન મેળવનાર વિદ્યાર્થીઓ માટે ખાસ પરીક્ષા યોજી છે.

ચાલુ વર્ષે કોવિડની પરિસ્થિતિના કારણે યુ.જી.સીની ગાઇડલાઇન મુજબ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ સિવાય માસ પ્રમોશન આપવામાં આવ્યા. જે સંદર્ભે જીટીયુના ડિગ્રી અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓને તેમના અગાઉના વર્ષના પરિણામને ધ્યાને લઇ મેરીટ મુજબ આગળના સેમેસ્ટરમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. જોકે GTUએ મેરીટ બેઝ પ્રમોશનથી સંતુષ્ટ ન હોય તેમને પરીક્ષા યોજી તેમનું પરિણામ સુધારવાની તક આપી છે. જે માટે આગામી 26મી ઓકટોબર પરીક્ષા યોજાશે. જેમાં સૌથી રસપ્રદ અને મહત્વની વાત એ છે કે માત્ર 600 જેટલા વિદ્યાર્થીઓએ જ આ પરીક્ષા આપવા માટે રસ દાખવ્યો છેય જિલ્લા પ્રમાણે 32 કેન્દ્ર પર આ પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવાશે.

(6:34 pm IST)