Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ડાયરેક્ટર ઇન્ડસટ્રીઅલ સેફટી અને હેલ્થ દ્વારા કારખાનાઓમાં અકસ્માત અટકાવવા રીહર્શલ કરાયું

અમદાવાદ જિલ્લા ના વિઠ્ઠલાપુર હોન્ડા કંપની ખાતે મોકડ્રિલ યોજાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :કારખાના માં આકસ્મિક કારણોસર બનતા અકસ્માતના બનાવો ઘટાડવાના હેતુસર રાજ્યભરમાં   "સલામતી માસ" ના ભાગરૂપે  ઝુંબેશ   કરવાનું  શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. આ અનુસંધાને ડાયરેક્ટર ઇન્ડસટ્રીઅલ સેફટી અને હેલ્થ  અમદાવાદ ની કચેરી દ્વારા વિઠલાપુર માં આવેલ હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તારીખ ૨૦/૧૦/૨૦૨૦ ના રોજ એલએનજી યાર્ડ માં ગેસ ગળતર અંગેનું મોકડ્રિલ,  એલ. બી. રોહિત  (ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસટ્રીઅલ સેફટી અને હેલ્થ ) ની આગેવાનીમાં  યોજાયેલ હતું. આ સાથે કામની જગ્યા એ સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન, આગ જેવા આકસ્મિક બનાવ વખતે લેવાની તકેદારી, તેઓની ઇમરજન્સી માં બજાવવાની  ભૂમિકા, માહિતી નો પ્રસાર, તાલીમ નો મહત્વ સાથે ચર્ચા વિમર્શ કરવામાં આવ્યો છે.
સલામતી માસ ની ઉજવણી કરવાના નિર્ણયના ભાગ રૂપે પી.એમ.શાહ  (ડાયરેક્ટર ઇન્ડસટ્રીઅલ સેફટી અને હેલ્થ )ની સૂચના અનુસાર કારખાનાઓ માં ઓનસાઈટ ઈમરજન્સી પ્લાનનું રીહર્ષલ કરવાનું અને તેમાં રહેલી ખામીઓ દૂર કરવી તથા સલામતી અંગેના જાગૃતિ કાર્યક્રમો કરવાની કાર્યવાહી કરાઈ રહી છે.

(7:18 pm IST)