Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

નર્મદા જિલ્લામાં શુક્રવારે 13 કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે જિલ્લાનો કુલ આંક 1421 પર પહોંચ્યો.

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે જેમાં શુક્રવારે 13 કોરોના પોઝિટિવ કેસો જોવા મળ્યા છે.
આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે 13 કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યા જેમાં રાજપીપળાની રાજેન્દ્રનગર સોસા.-03,નવાપરામાં-02, વાડિયા પેલેસ-01નાંદોદ ના જીતનગરમાં-01, ધમણાચા- 01,વડિયા-02,રાજુવાડીયા-02 જ્યારે ડેડીયાપાડાના ખુપરબરસનમાં-01 મળી નર્મદા  જિલ્લામાં કુલ.13 દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે,જ્યારે 06 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં 12 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં 25 દર્દી દાખલ છે.આજરોજ 04 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ 1370 દર્દી સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1421 એ પહોચ્યો છે. વધુ 943 સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:50 pm IST)