Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

સરકારની આર્થિક સ્થિતિમાં સુધારો : નવી ખરીદી પરથી બાન હટાવાશે

ગુજરાતમાં લોકડાઉન વખતની બિહામણી નાણાકીય સ્થિતિ હવે રળીયામણી થવા લાગી : સરકારી વાહનો અને ફર્નિચરની ખરીદીની છુટ મળશે : નવી ભરતી પ્રક્રિયા શરૂ : જી.એસ.ટી. - સ્ટેમ્પ ડયુટીની વધેલી આવક રાહતરૂપ

રાજકોટ તા. ૨૨ : રાજ્ય સરકારની તિજોરીમાં કોરોનાના કારણે થયેલી ઘટ ધીમે ધીમે સરભર થઇ રહી છે. લોકડાઉન પૂર્ણ થયા બાદ વેપાર - ઉદ્યોગ ધમધમતા થતાં અને દસ્તાવેજોની નોંધણીમાં તેજી આવતા સરકરની આવક વધી રહી છે. આર્થિક સ્થિતિ સુધરતા સરકારે હવે આર્થિક નિયંત્રણો હળવા કરવાનું મન બનાવ્યું છે. સરકારી ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

કોરોનાની પરિસ્થિતિના સામનામાં જંગી ખર્ચ થઇ જતા સરકારે જે તે વખતે નવા ફર્નિચર, વાહન વગેરેની ખરીદી પર તા. ૩૧ માર્ચ સુધી બાન મુકેલ. સરકારી ભરતીને પણ બ્રેક મારી હતી. હવે આ બધા આર્થિક બાનના દિવસો પુરા થવામાં છે. સરકાર આર્થિક પ્રતિબંધો ૩૧ માર્ચ પછી લંબાવશે નહિ અથવા તે પહેલા ઉઠાવી લ્યે તો પણ નવાઇ નહિ. કર્મચારીઓને મળવાપાત્ર નાણા ક્રમશઃ છુટ્ટા કરાશે. તાલુકા - જિલ્લા પંચાયતો અને પાલિકાઓની ચૂંટણીએ દરવાજે ટકોરા મારી દીધા છે. ૨૦૨૨ના ઉતરાર્ધમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. સરકાર તેને અનુલક્ષીને નવી નાણાકીય જોગવાઇઓ કરવા માંગે છે. બજેટમાં જુની આશાસ્પદ યોજનાઓના વધુ મજબૂતી કરણ પર ભાર મૂકાશે અને કેટલીક નવી આકર્ષક યોજનાઓ રજુ થશે. રાજ્ય સરકાર માથે હજુ જંગી કરજ છે પણ ગયા નાણાકીય વર્ષના પ્રથમ ૬ માસની આવકની સરખામણીએ અત્યારે ધરખમ સુધારો છે તેની અસર આગામી બજેટ પર દેખાશે.

(10:17 am IST)