Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

હડતાલ પરના આરોગ્ય કર્મચારીઓ સામે આકરા પગલાઃ તાકીદની સમીક્ષા બેઠક બોલાવતા નિતીન પટેલ

ફિકસ પગારવાળા કર્મચારીઓની નોકરી સમાપ્ત કરવા અને યુનિયનના આગેવાનોની ધરપકડ સુધીની તૈયારી

રાજકોટ, તા., ૨૨: રાજયની જીલ્લા પંચાયતોના આરોગ્ય કર્મીઓની હડતાલનો આજે ૧૧ મો દિ' છે. કર્મીઓ હડતાલ ચાલુ રાખવા મક્કમ છે. બીજી તરફ સરકાર આક્રમક મુડમાં છે. એપેડેમીક  ડીસીઝ એકટ હેઠળ યુનીયનનાં આગેવાનોની ધરપકડ સહીતની તજવીજ હાથ ધરાયાનું જાણવા મળે છે.

રાજકોટ જીલ્લામાં ૧પ૦ સહીત રાજયમાં હજારો આરોગ્ય કર્મચારીઓ નોકરીનાં પ વર્ષ પુરા ન થયા હોવાથી ફિકસ પગાર હેઠળ છે. તેઓ તાત્કાલીક હડતાલથી અલગ પડી ફરજમાં હાજર ન થાય તો તેમની સર્વિસ સમાપ્ત કરી દેવા માટે સરકારે નોટીસ આપી છે. દરમિયાન આજે ગંાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીન પટેલે સંબંધીત વિભાગોના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી છે. જેમાં પરિસ્થિતિની સમીક્ષા કરી આગળની કાર્યવાહીનો નિર્ણય થશે. સંઘર્ષ અને સમાધાન બન્ને વિકલ્પ ખુલ્લા છે.

(12:55 pm IST)