Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ગાંધીનગર એલસીબી-2ની ટીમે કુડાસણમાં કોમ્પ્લેક્ષમાં ક્રિકેટ પર ઓનલાઇન સટ્ટો રમતા શખ્સોને ઝડપી પાડ્યા

ગાંધીનગર:જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટાની પ્રવૃતિ વધી છે ત્યારે પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરી ઠેકઠેકાણે સટ્ટો રમતાં શખ્સોને પકડી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી પીઆઈ એચ.પી.ઝાલાએ સ્ટાફના માણસોને એલર્ટ રહી સટ્ટા અંગેના કેસો કરવા તાકીદ કરી હતી. જેના પગલે એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન એએસઆઈ દીલીપસિંહ અને કો.રવિન્દ્રસિંહને બાતમી મળી હતી કે કુડાસણના શ્યામસૃષ્ટી કોમ્પ્લેક્ષ- ના પહેલા માળે આવેલા ટી એન્ડ ટ્રેકસ નામની દુકાનની બાજુમાં બે ઈસમો હાલમાં ચાલતી બીગ બેઝ લીગ ટી-ર૦ ઉપર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમી રહયા છે. જે બાતમીના પગલે પોલીસે દરોડો પાડીને મયુર દીલીપભાઈ પટેલ રહે.કુડાસણ મેંગો આવાસ ફલેટ નં. અને હિતેશ અરૃણભાઈ પટેલ રહે.પોરગામ સ્વામીનારાયણવાસને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ૧૫ હજાર રોકડા અને ત્રણ મોબાઈલ મળી ૨૯૫૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આરોપીઓની પુછપરછ દરમ્યાન ગોઝારીયા ખાતે રહેતા કલ્પેશ પ્રજાપતિએ તેમને યુઝર આઈડી અને પાસવર્ડ આપ્યા હોવાથી પોલીસે તેની સામે પણ ગુનો નોંધી શોધખોળ આદરી છે.

(5:59 pm IST)