Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

મહેસાણા શહેરના બાયપાસ રોડ નજીક કન્ટેનરમાં ગાયોને કતલખાને લઇ જતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા

મહેસાણા:શહેરના બાયપાસ રોડ પર આવેલા નુગર સર્કલ નજીકથી કન્ટેનરમાં ખીચોખીચ ભરેલ ૬૦ થી ૭૦ ગૌવંશને ગૌરક્ષક અને હિંદુ યુવા વાહીનીના કાર્યકરોએ ઝડપી લીધા હતા. પશુઓને મહેસાણાના પાંજરાપોળ ખાતે લઈ જવાયા હતા. ઘટનાની જામ થતાં તાલુકા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ આરંભી હતી.

મહેસાણાના નુગર સર્કલ નજીકથી રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહે હરિયાણા પાસીંગના એક કન્ટેનરમાં ખીચોખીચ ભરવામાં આવેલા ૬૦થી ૭૦ જેટલા ગૌવંશ પશુઓ મળી આવ્યા હતા. ગૌરક્ષક અને હિંદુ યુવાવાહીનીના મયંક ભોજકમંદિપસિંહ પાજી સહિતના કાર્યકરોએ કન્ટેનરને પકડયો હતો. જોકે કન્ટેનર ચાલક સહિત તેમાં બેઠેલા શખસો અહીંથી નાસી છુટવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ હકિકતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જ્યારે કન્ટેનરમાં ક્રુરતાપૂર્વક ખીચોખીચ ભરવામાં આવેલા ૬૦ થી ૭૦ જેટલા પશુઓને મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ પાંજરાપોળમાં  લઈ જવાયા હતા. પોલીસે અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુત્રોએ જણાવ્યા પ્રમાણે રાજસ્થાન તરફથી ગૌવંશ ભરીને અમદાવાદ કતલખાને લઈ જવાતા હોવાનું અનુમાન છે.

(5:59 pm IST)