Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

રાજ્યમાં કોરોનાના વળતા પાણી : વધુ 700 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 451 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 2 લોકોના મોત :મૃત્યુઆંક 4374 થયો : કુલ 2,48,650 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 11,352 લોકોને રસી અપાઈ : કુલ 47,203 લોકોનું રસીકરણ કરાયું

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 91 કેસ, સુરતમાં 96 કેસ,વડોદરામાં 92 કેસ, રાજકોટમાં 51 કેસ,કચ્છમાં 15 કેસ,ગાંધીનગરમાં 12 કેસ, ભરૂચમાં 11 કેસ,પંચમહાલમાં 8 કેસ,દાહોદ અને સાબરકાંઠામાં 7-7 કેસ, ગીર સોમનાથમાં 6 કેસ નોંધાયા : હાલમાં રાજ્યમાં 5240 એક્ટિવ કેસ: જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 451 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 700 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા 1000થી ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 451 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 700 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,48,650 દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 2 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4374 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 96,28 થયો છે

 રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના  રસીકરણનો પ્રારંભ થયેલ છે, હાલમાં કુલ 138 કેન્દ્રો ઉપર 11,352 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે, અત્યાર સુધીમાં રાજ્યમાં 47,203 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

  રાજ્યમાં હાલ 5240 એક્ટિવ કેસ છે. જેમાંથી 51 દર્દીઓ વેન્ટિલેટર પર છે  જયારે 5189 દીઓ સ્ટેબલ છે,

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને ડાંગમાં 1 મળીને કુલ 2 લોકોના કોરોનાથી મોત થયા છે 

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 451 પોઝિટિવ  કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 91 કેસ, સુરતમાં 96 કેસ,વડોદરામાં 92 કેસ, રાજકોટમાં 51 કેસ,કચ્છમાં 15  કેસ,ગાંધીનગરમાં 12 કેસ, ભરૂચમાં 11 કેસ,પંચમહાલમાં 8 કેસ,દાહોદ અને સાબરકાંઠામાં 7-7 કેસ, ગીર સોમનાથમાં 6 કેસ નોંધાયા છે

(7:51 pm IST)