Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

વલસાડ એસઓજીએ ભાગતા ફરતા આરોપી ભાણા ઉર્ફે કલ્પેશ ઉર્ફે જયેશ સંતોષ રાઠોડનેને પકડી પાડ્યો

વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ એસઓજી પીઆઇ વી. બી. બારડે 3 વર્ષથી પોલીસને ચકમો આપતા આરોપીને પકડી રૂરલ પોલીસને સોંપ્યો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ રૂરલ પોલીસને 3 વર્ષથી ચકમો આપી ભાગતા ફરતા દારૂના ગુનાના આરોપીને એસઓજીની ટીમે ઝબ્બે કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદિપ સિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ એસઓજી પીઆઇ વી. બી. બારડે  તેમની ટીમના દિપકસિંહ, કેતન, હસમુખભાઇ વગેરે સાથે બાતમીના આધારે ગણદેવા ગામે વોચ ગોઠવી હતી. આ વોચમાં તેમણે મૂળ સૂરત અને હાલ ગણેવા ગામ નવસારીમાં રહેતા ભાણા ઉર્ફે કલ્પેશ ઉર્ફે જયેશ સંતોષ રાઠોડને પકડી પાડ્યો હતો. તેના વિરૂદ્ધ વલસાડ રૂરલમાં દારૂનો ગુનો દાખલ થયો હોય, તેને વલસાડ રૂરલ પોલીસને સુપ્રત કર્યો હતો.

(8:21 pm IST)