Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

વડોદરામાં બીડી પીતા પિતા પેટ્રોલ ભરાવવું યુવાનને ભારે પડ્યું:ગંભીર રીતે દાઝી જવાથી સારવાર દરમ્યાન મોત

વડોદરા: શહેરમાં બીડી પીતા  પીતા બાઇકની ટાંકીમાં પેટ્રોલ ભરાવતો યુવક શરીરે ગંભીર રીતે દાઝી જતા  નવ દિવસની  સારવાર પછી મોત થયુ છે.

પાદરા તાલુકાના ચાપડ ગામે રહેતો મિતેશ રાવજીભાઇ ચાવડા છૂટક મજૂરી કામ કરે છે.ગત તા.૧૧ મી ના રોજ તે ઘરે હતો.અને તેના  પિતાની બાઇકનુ ંપેટ્રોલ પુરૃ થઇ જતા તે પોતાની બાઇકમાંથી પેટ્રોલ  કાઢીને પિતાની બાઇકમાં ભરતો હતો.પેટ્રોલ ભરતા સમયે મિતેશ બીડી  પણ પીતો હતો.અને બીડીનો તણખો ઉડીને પડતા તે શરીરે ગંભીર રીતે દાઝી ગયો  હતો.અને તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.સારવાર દરમિયાન ગઇકાલે તેનું મોત નિપજ્યું હતું.

(5:50 pm IST)