Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

સુરતમાં નિવૃત વયોવૃદ્ધ પોલીસે કોરોનાના ડરના કારણોસર ફાસો ખાઈ જીવન ટુંકાવતા ચકચાર

સુરત: શહેરમાંકોરોના કરતા કોરોનાનો ડર લોકોને મારી રહ્યો છે. સુરતમાં એક નિવૃત વયોવૃદ્ધ પોલીસ કર્મચારીએ કોરોના થવાના ડરથી માનસિક તણાવમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. અલબત્ત મૃત્યુ બાદ તેમનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. જોકે પાંચ દિવસ પહેલા કરેલો ટેસ્ટ નેગેટિવ હતો તેમછંતા ગભરામણમાં અને પણ જીવનના અંતિમ પડાવમાં અંતિમ પગલુ ભરી લીધુ હતુ. ઘટના કંઇક આવી છે. શહેરના નાનપુરા વિસ્તારમાં ખારવાવાડમાં રહેતા ૮૩ વર્ષનાં નિવૃત પોલીસ કર્માચારી હરકિશનભાઇ પિતાંબરભાઇ ખલાસીએ ગત તા- ૨૦મી એપ્રિલે સાંજે વાગ્યા આસપાસ ઘરના ટોયલેટ પાસેના ખુણામાં દિવાલ ઉપર એક ખીલા સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. તેમના કૌટુંબિક ભત્રીજા વિજયભાઇ ઇશ્વરલાલ માસ્તરના કહેવા પ્રમાણે તે અને હરકિસનભાઇ માર્ચ મહિનામાં સાથે કોરોનાની રસીનો પહેલો ડોઝ લેવા ગયા હતા. ડોઝ લીધા બંનેની તબીયત સારી હતી. વિજયભાઇએ તેમની પત્ની સાથે બીજો ડોઝ તા-૨૦મીએ લીધો હતો. બાદમાં કાકાને ડોઝ અપાવવા માટે તેમના ઘરે ગયા હતા ત્યારે હરકિશનભાઇ ફાંસો ખાધેલી હાલતમાં દેખાતા ચોંકી ગયા હતા. અને રૃમમાં સુઇ રહેલી હરકિશનભાઇની પત્ની સુશિલાબેન અને પોલીસને જાણ કરાતા અઠવા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.

(6:50 pm IST)