Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

વડોદરામાં માસ્ક પહેર્યા વગર કારમાં ફરવા નીકળવું દંપતીને ભારે પડ્યું: પોલીસે દંડ વસુલવાની કામગીરી હાથ ધરી

વડોદરા: શહેરમાં કારમાં જતા દંપતીએ મોઢા પર માસ્ક પહેર્યું હોવાથી પોલીસે તેમની કારને અટકાવી બંનેને નીચે ઉતારી દંડ વસૂલવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ મહિલાએ કારમાં બેસી કાર હંકારી ભાગી જવાની કોશિશ કરતાં એક પોલીસ કર્મચારીને ઈજા પહોંચી હતી.

કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકારે ઘરની બહાર નિકળનાર નાગરિકો માટે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. અને માસ્ક  નહી પહેંરનાર પાસેથી દંડ વસુલવાની જવાબદારી પોલીસ નિભાવી રહી છે.

ગઈકાલે બપોરે એક વાગ્યે માણેજા ચાર રસ્તા પાસે  એકસ ટાવર સી વાળીમાં રહેતા રમણીકસીંગ હરભજનસીંગ ભુરજી અને તેના પત્ની ચરણજીતબેન કાર લઈને નિકળ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દંપતીએ માસ્ક પહેર્યું હોઈ તેમની કાર લાલબાગ બ્રિજ પાસે  ઉભી રાખવામાં આવી હતી.

દંપતીને કારમાંથી નીચે ઉતારી દંડ ભરવા માટે પોલીસે કહ્યું હતુ, પરંતુ મહિલાએ પોલીસને ગાળો આપી. પતિના હાથમાંથી કારની ચાલી છીનવી લઈ કારમાં બેસી ગઈ હતી. અને કાર ચાલુ કરી ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ સ્થળ પર હાજર પોલીસ સ્ટાફે કારને અટકાવવાની કોશિશ કરતાં પોલીસ જવાનને હાથમાં ઈજા પહોંચી હતી. દરમિયાન અન્ય પોલીસ સ્ટાફે દોડી આવી કાર અટકાવી મહિલાને નીચે ઉતારી હતી.

(5:27 pm IST)