Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડના દર્દીઓ ગરબે ધુમ્યા

દર્દીઓની એક્સરસાઇઝને નવો વળાંક : ફિઝિયોથેરાપી વિભાગ દ્વારા નિયમિત કસરતો, યોગ, હાસ્ય અને મ્યુઝિક થેરાપી બાદ હવે નવરાત્રીનો આનંદ માણવા મળ્યો

વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડના દર્દીઓને તાજગી તેમજ શ્વસન ક્રિયાઓથી ઓકસીજન લેવલને સ્થિર રાખવા ફિઝિયોથેરાપી વિભાગ દ્વારા નિયમિત કસરતો, યોગ, હાસ્ય અને મ્યુઝિક થેરાપી પણ કરવામાં આવી રહી છે. તેની સાથે-સાથે કોરોનાના દર્દીઓનુ મન પ્રફુલ્લિત રહે અને માનસિક રીતે મકકમ બને તે હેતુથી કોવિડના દર્દીઓને ગરબા રમાડવામાં આવ્યા હતા.

  હોસ્પિટલના કોવીડ વોર્ડમાં એક્સરસાઇઝને એક નવો વળાંક આપવામાં આવ્યો હતો. જેમાં કોવિડ વોર્ડમાં ગરબાના મોડમાં કસરતો કરાવવામાં આવી હતી. જેના પરિણામે સારવાર હેઠળના દર્દીઓને કસરતના લાભની સાથે માના ભક્તિ પર્વ નવરાત્રીનો આનંદ માણવા મળ્યો હતો. વ્યાયામ અને ગરબાના આ પ્રયોગ દરમિયાન દર્દીઓના ઓકસીજન લેવલ અને શારીરિક સ્થિતિની પૂરતી તકેદારી લેવામાં આવી હતી.

(9:14 am IST)