Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ગુજરાતમાં હજુ કુરિવાજ જીવે છે

બાળલગ્નના કિસ્સા સામે હાઈકોર્ટ લાલઘૂમઃ માતા-પિતાને ૩૦ હજારનો દંડ

અમદાવાદ, તા. રર : જાણીને આશ્યર્ય થશે પરંતુ આજના સમયમાં પણ બાળ લગ્નની દ્યટનાઓ બને છે. આવા જ એક કિસ્સામાં બાળલગ્ન કરાવનારા માતા પિતા સામે હાઇકોર્ટે લાલ આંખ કરતા દંડ ફટકાર્યો છે. હાઇકોર્ટે બાળલગ્ન કરવાનાર માતા-પિતાને ૩૦ હજારનો દંડ ફટકાર્યો છે. નોંધનિય છે કે ૧૧ વર્ષની સગીરા અને ૧૭ વર્ષિય સગીરના લગ્ન થઇ રહ્યાં હતા. બાળલગ્નની દ્યટના સામે આવતા હાઇકોર્ટ ૩૦ હજારનો દંડ ફટકારતા આ દ્યટનાની કડક શબ્દોમાં આલોચના કરતા જણાવેલ કે, બાળલગ્નની પ્રથા હજું પણ ચાલુ હોવી ખુબ જ દુઃખદ વાત છે.

આ કેસમાં સાસરીયાના ઘરે ગયેલ સગીર પત્નીએ તેના પતિ સામે મરજી વિરૂદ્ઘ શારીરિક સંબંધ બાંધવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારે આખો મામલો સામે આવ્યો હતો. ઓગસ્ટ ૨૦૨૦ સગીરા દ્વારા જામનગરના સિક્કા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવાઈ હતી કે તેમનાં લગ્ન ૭ ફેબ્રુઆરી ૨૦૧૫ રોજ કરાવવામાં આવ્યાં હતાં. ૨૦૧૬  જયારે તેના સાસરિયા દ્યરે ગઈ ત્યારે તેના પતિએ તેની મરજી વિરૂદ્ઘ બળજબરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બનાવ વખતે પત્નીની વય ૧૧ વર્ષ અને પતિની વય ૧૭ વર્ષ હતી. સગીર વયની પત્ની દ્વારા નોંધવામાં આવેલી એફઆરઆઇ રદ કરાવવા માટે અરજદાર પતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કવોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી.

હાઈકોર્ટે ફરિયાદ રદ્દ કરતા નોંધ્યું હતું કે કેસમાં સમાધાન થયું અને બંને પરિવારો વચ્ચે વધુ સ્થિતિ ન બગડે તેમજ અરજદાર પતિ અને પત્ની સારી રીતે જીવન ગુજારી શકે તેને ધ્યાનમાં રાખીને ફરિયાદ અને તેનાથી થતી કાર્યવાહી રદ કરવામાં આવે છે. કોર્ટ, રજીસ્ટ્રી સહિત અન્યનો સમય વ્યર્થ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે બંને અરજદાર પતિ અને ફરિયાદી પત્નીના માતા-પિતાને રૂ. ૩૦ હજાર દંડ ફટકાર્યો છે. કોર્ટે નોંધ્યું કે બાળકોનું નાનપણ બરબાદ કરવા બદલ બંનેના માતા-પિતાને દંડ ફટકારવામાં આવે છે.

(3:23 pm IST)