Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

વેદાન્તા લિમિટેડ રાધનપુર ખાતે ફાયર મોકડ્રીલ કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા, નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અમદાવાદ પી એમ શાહ ના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં સલામતી માસ તરીકે કાર્યક્રમ થઈ રહ્યો છે. જેના ભાગરૂપે વેદાન્તા લિમિટેડ રાધનપુર ખાતે ફાયર મોકડ્રીલનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહેસાણાના મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વાય.એસ પેંડાલ , ઇન્ચાર્જ આઈઓસીએલ રાધનપુર મસ્તરામ સહિતના અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા તેમ વેદાન્તા લિમિટેડ વિરમગામના એચ.એસ.ઇ સિનીયર મેનેજર અનંત તાંદલેએ જણાવ્યું હતું.

(4:25 pm IST)