Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

સુરતના પુણા વિસ્તારમાં રાજસ્થાની વેપારીની પત્નીને વતનમાં ઘેનયુક્ત દવા આપી શારીરિક અડપલાં કરી બદનામી કરવાની ધમકી આપનાર નરાધમની ધરપકડ

સુરત: શહેરના પુણા વિસ્તારમાં રહેતા રાજસ્થાની વેપારીની પત્નીને વતનમાં ઘેનયુક્ત દવા પીવડાવી અડપલા કરી મોબાઈલમાં ફોટા પાડી બ્લેકમેઇલ કરનાર નણંદના દીકરાની પુણા પોલીસે ધરપકડ કરી છે. પરિણીતા તેના ત્રાસથી સુરત પતિ પાસે રહેવા આવી ગઈ તો ધાકધમકી આપી રાજસ્થાન બોલાવી અડપલાં કર્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પુણા વિસ્તારમાં રહેતા ડ્રાયફ્રૂટના રાજસ્થાની વેપારીની 40 વર્ષીય પત્નીને વતનમાં નણંદના 43 વર્ષીય દીકરા દિલીપ બંસીલાલ વૈષ્ણવ ( ઉ.વ.45, રહે, આસોતરા ગામ તા. સિવાણ, જી.બાડમેર, રાજસ્થાન ) એ કમરના દુખાવાની સારવારના બહાને ઘેનયુક્ત દવા પીવડાવી અડપલા કરી મોબાઈલમાં ફોટા પાડી બ્લેકમેઇલ કરવા માંડી હતી. પરિણીતા તેના ત્રાસથી સુરત પતિ પાસે રહેવા આવી ગઈ તો ધાકધમકી આપી રાજસ્થાન બોલાવી અડપલાં કર્યા હતા. 

(5:40 pm IST)