Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

હવે એરગન રાખો તો પણ પોલીસ પકડી શકે છે : પારડી પીએસઆઇ બી. એન. ગોહિલે કારમાં એરગન લઇ જનારાને પકડી પાડી કાર ચાલકને વોન્ટેડ જાહેર કર્યો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : કારમાં એરગન લઇને ફરવું પણ ગુનો બની શકે છે. ભલે એરગનમાં લાયસન્સની જરૂર નથી, પરંતુ પોલીસ ધારે તો ગન ધારકને પકડીને તેની સામે ગુનો દાખલ કરી શકે છે. આવું જ કંઇ પારડી પોલીસ મથકે બન્યું છે. પારડી પીએસઆઇ બી. એન. ગોહિલે કારમાં એરગન લઇને ફરતા એક યુવાનની ધરપકડ કરી છે. પારડી પોલીસે પાતલિયા ચેક પોસ્ટ પર ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં એક સુરત પાર્સિંગની કાર નં GJ05CQ9912 ને અટકાવી તેની તપાસ કરતાં તેમાંથી એરગન મળી આવી હતી. જેના કારણે પોલીસે કાર ચલાવનાર દિનેશગીરી લક્ષ્મીચંદ્ર ગૌસ્વામી રહે અબ્રામા વલસાડને પકડી તેના વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તેમજ તેની પુછતાછમાં જાણવા મળ્યું કે, આ કાર અને એરગન મોગરાવાડી વલસાડમાં રહેતા હરીશ લક્ષ્મણ રબારીની હોય પોલીસે તેના વિરૂદ્ધ પણ ગુનો દાખલ કરી તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

(8:14 pm IST)