Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

રાષ્ટ્રપતિને મળવા બાબતે ડેડીયાપાડા ધારાસભ્યની નર્મદા કલેક્ટરને લેખિત રજુઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આગામી 25 તારીખે મહામાહિમ રાષ્ટ્રપતિને પ્રતિનધિઓ સાથે મળવા બાબતે ડેડીયાપાડા ધારાસભ્ય મહેશભાઈ સી.વસાવાએ નર્મદા કલેક્ટરને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે અમારા આદિવાસી વિસ્તારને લગતા કેટલાક મુદ્દાઓ બાબતે અમારે ભારતના રાષ્ટ્રપતિને મળવું છે માટે તેમને મળવાનો સમય નક્કી કરી જાણ કરશો.

ધારાસભ્ય મહેશ વસાવાએ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવા માટે આપેલા મુદ્દાઓમાં.૧, ભાષા આધારિત ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર નાં અનુસુચિત ક્ષેત્રને ભીલીસ્તાન(ભીલપ્રદેશ) અલગ રાજની માંગ,૨,અનુસૂચી-પ ની અમલવારી,3. કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ અને પ્રવાસન અધિનિયમને (કાયદાને રદ કરવા બાબતે)૪.આદિવસી ક્ષેત્રોમાં નહેરો દ્વારા ખેતીની જમીન સિંચાઈ પૂરી પાડવા બાબતે રજુઆત કરવા લેખિત જાણ કરી છે.

(10:39 pm IST)
  • દિલ્હીમાં 6746 ને કોરોના લાગ્યો: 121 ના મોત: દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 6,746 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે અને 121 કોરોના દર્દીઓનાં મોત નીપજ્યાં છે. access_time 11:37 pm IST

  • 72 મુસાફરો સાથેની દિલ્હીની બસ પલટી મારી ગઈ: અનેકને ઇજા : ગઈકાલે રાત્રે ઉન્નાવના સિધ્ધરપુર ગામ નજીક દિલ્હીની ૭૨ મુસાફરો સાથેની બસ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં આશરે 20 મુસાફરો ઘાયલ થયા છે. બસ મુસાફરો સાથે બહરાઇચ જઇ રહી હતી. access_time 10:45 am IST

  • પેટ્રોલમાં ૮ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૨૧ પૈસાનો વઘારો : પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ત્રીજા દિવસે પણ વધારો : પેટ્રોલ- ડીઝલના ભાવમાં આજે ત્રીજા દિવસે પણ વધારો થયો છે. : પેટ્રોલમાં ૮ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૨૧ પૈસાનો વઘારો થયો છે. : આ ભાવ વધારો આજે સવારે છ વાગ્યા થી લાગુ થયો છે. access_time 10:35 am IST