Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

વસંતપુરા ગામની મહિલાને ગાંઠના ઓપરેશન માટે એક દાતાએ પોતાનું લોહી આપી નવજીવન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વસંતપુરા ગામના સવિતાબેન દિનેશભાઈ તડવી (ઉ.વ.48)ને ગાંઠનું ઓપરેશન તાત્કાલિક કરાવવાનું હોય સહદેવ ભાઈ સોલંકીએ Ab+ પોઝિટિવ બ્લડ આપી સવિતાબેનને નવજીવન બક્સયું હતું.તેથી સવિતાબેન અને તેમના પરિવારે કુંવરપુરા યુવા સરપંચ નિરંજનભાઇ વસાવા તેમજ  પરેશભાઈ પટેલનો  આભાર માન્યો હતો.
  આ તબક્કે નિરંજનભાઈ વસાવાએ દરેક સમાજના તમામ યુવાનો તેમજ વડીલોને પણ નમ્ર વિનંતી કરી હતી કે રક્તદાનએ મહાદાન છે આપનું અમુલ્ય બ્લડ ડોનેટ કરી અને કોઈક જરૂરિયાત મંદ વ્યક્તિને આપણે જિંદગી બચાવી શકીએ છીએ કેમકે બ્લડની કોઈ પણ એવી કંપની નથી કે જ્યાં આપણે બ્લડ બનાવી શકીએ અથવા તો તેને આપણે ઉત્પન્ન કરી શકીએ તો દરેક ગામે ગામ  તેમજ શહેરોમાં સોસાયટીઓમાં જાગૃતતા લાવી  અને બ્લડ ડોનેટ કરાવો કે જેથી કોઈક દર્દીઓની આપણે આપણા જીવનની અમુલ્ય ભેટ બ્લડ આપી જિંદગી બચાવી શકીએ એમ જણાવ્યું હતું.

(10:46 pm IST)