Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

અમદાવાદના સફલ પરિસરમાં કોરોના કેસોનો રાફડો ફાટ્યો: ૬૦ થી વધુ કેસ સામે આવ્‍યા : 42 પોઝિટિવ કેસ નોંધાયા

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. તેમાં અમદાવાદ શહેરમા કોરોનાની વિસ્ફોટક સ્થિતિ જોવા મળી છે. સેકન્ડ વેવમાં કોરોના વાયરસ અમદાવાદમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમાં પણ શહેરનો પશ્ચિમ વિસ્તાર સ્ફોટક સ્થિતિમાં છે. ખાસ કરીને બોડકડેવથી બોપલ સુધીનો વિસ્તાર કોરોના ઝોન બની ગયો છે. આ વિસ્તારની અનેક સોસાયટીઓ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન બની ગઈ છે. જેમા સફર પરિસર-1, આરોહી હોમ્સ, આરોહી રેસિડન્સી અને બોડકદેવના સેન્ચ્યુરી ટાવરમાં અનેક કેસ નોંધાયા છે. તો સફલ પરિસર-1 માં 42 પોઝિટિવ કેસ નોંધાયા છે. 

અમદાવાદના સફલ પરિસરમાં કોરોના કેસોનો રાફડો ફાટ્યો છે. સફલ પરિસર-1માં 42 કેસ આવ્યા છે. 10 જેટલા આરટીપીસીઆર ટેસ્ટના પરિણામ આવવાના બાકી છે. ત્યારે અત્યાર સુધી કુલ 80 થી વધારે કેસ સફલ પરીસર-2 માં નોંધાયા છે. સફલ પરિસર-2 માં હાલ 17 પોઝિટિવ દર્દી નોંધાયા છે. અત્યાર સુધીમાં સફલ પરિસર એક અને બેમાં કોરોના દર્દીઓને આંકડોને 60 ને પાર પહોંચી ગયો છે. 

Amc દ્વારા શનિવારે રાત્રે માઈક્રો કન્ટેઇનમેન્ટની નવી યાદી જાહેર કરાઈ હતી. જેમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર પુનઃ 60 ના આંકડા પર પહોંચ્યો છે. શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં મોટો વધારો થયો છે. 11 વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટની યાદીમાં મૂકાયા છે. અગાઉના 5 વિસ્તાર રદ્દ કરવામાં આવ્યા છે. શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા 111 પર પહોંચી ગઈ છે. બોડકદેવમાં પ્રેમચંદનગર બાદ સેન્ચ્યુરી ટાવરમાં પણ કેસો વધી રહ્યાં છે. બીજી તરફ પૂર્વ વિસ્તારના ખોખરા અને કુબેરનગરની પાંચ જેટલી સોસાયટીઓમાં 60 થી વધુ કેસ નોંધાયા છે. હાલ તો સાઉથ બોપલની જુદી-જુદી સોસાયટીઓમાં 5-10 જેટલા કેસ સામે આવી રહ્યાં છે.

(3:22 pm IST)