Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

સુરતમાં સવારે માર્કેટની ભીડથી કોરાના સંક્રમણનું જોખમ

સુરત : સુરતમાં રાત્રિ કરફ્યૂ બાદ સવારે લોકોની બેદરકારી સામે આવી છે. આજે વહેલી સવારે શાકભાજી મળશે કે કેમ તેવો લોકોમાં ભય ફેલાયો હતો. માર્કેટમાં જીવન જરૂરિયાત વસ્તુ લેવા માટે સુરતી લોકોની ભીડ ઉમટી પડી હતી. તો કોરોનાના વધતા કેસ વચ્ચે સુરતના માર્કેટમા સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. અનેક લોકો માસ્ક વગર શાકભાજી ખરીદવા નીકળી પડ્યા હતા. તો જેને કારણે સંક્રમણ વધવાનો ભય ફેલાયો છે. સુરતના માર્કેટમાં ઉમટેલી લોકોની ભીડ ભારે પડી શકે છે.

તો બીજી તરફ, સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ પણ કોરોના સામે લડવા મેદાને આવી છે. ફાયર વિભાગ દ્વારા કોરોના અંગે સતત જાગૃતિ ફેલાવી રહી છે. અલગ અલગ સ્થળો પર ટીમ ફરી રહી છે. અધિકારીઓ દ્વારા માઇકના માધ્યમથી લોકોને સમજાવવામાં આવી રહ્યાં છે.

 તો બીજી તરફ, કરફ્યૂ વચ્ચે કેટલાક લોકો ફરફ્યુના નિયમનો ભંગ કરતા પણ દેખાયા હતા. રાત્રે નવ વાગ્યા બાદ પણ દુકાનો ખુલ્લી રહેલી જોવા મળી હતી. સુરતના સુભાષ ગાર્ડન પાછળ ફૂડ કોર્નર ખુલ્લા દેખાયા હતા. તો આ ફૂડ કોર્નર પર લોકોની ભીડ પણ જોવા મળી હતી.

(2:20 pm IST)