Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

કરફયુ લંબાવવાની અને લોકડાઉન આવી રહ્યાની ભારે ચર્ચા: જો કે રાજ્ય સરકારો કેન્દ્રની સાથે મંત્રણા કર્યા વિના કોઈ પગલા ભરશે નહીં

અમદાવાદ: કર્ફ્યુ લંબાવવાની ચર્ચા અને ચિંતાના વાતાવરણ વચ્ચે અમદાવાદ કે ગુજરાતના અન્ય શહેરોમાં કર્ફ્યુનો જમવા સહિતની જોગવાઈઓ માટે સરકાર કેન્દ્ર ની ગાઈડલાઈન નો સહારો લેશે એમ જાણવા મળે છે. રાજ્ય સરકારો કેન્દ્ર સાથે વાતચીત કર્યા વિના કન્ટેનમેન્ટ રૂમની બહાર કોઈ જ સ્થાનિક lockdown લાગશે નહીં તેમ જાણવા મળે છે.

(3:47 pm IST)
  • ગોંડલથી જેતપુર જતા રસ્તા ઉપર સાંઢિયા પુલ પાસે સાઇડમાંથી વાહનો જાય છે ત્યાં ફાટક ઉપર ટ્રેન સાથે મોટર અથડાતા એક મૃત્યુ પામ્યાનું જાણવા મળે છે. વિગતો મેળવાઈ રહ્યાનું ગોંડલથી ભાવેશ ભોજાણી જણાવે છે access_time 12:50 pm IST

  • રાજસ્થાનમાં માસ્ક નહીં પહેરો તો હવે ૫૦૦નો દંડ : 9 જિલ્લામાં કફર્યુ : કોરોના કેસોનો રાફડો ફાટતા રાજસ્થાન કેબિનેટે 8 જિલ્લામાં નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે અને ફેસ માસ્ક ન પહેરવા પર દંડની રકમ 200 રૂપિયાથી વધારીને 500 કરી દીધી છે. રાજસ્થાનમાં પણ અચાનક કોરોના હાહાકાર વર્તાવી રહેલ છે. access_time 3:23 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : કુલ કેસનો આંકડો 91 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 43,652 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 91,39,560 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,43,125 થયા:વધુ 40, 586 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 85,60,625 રિકવર થયા :વધુ 487 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,33,750 થયો access_time 12:06 am IST