Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

અરબી સમુદ્રમાં ડિપ્રેશનને પગલે જાફરાબાદ બંદર પર 1 નંબરનું અને વેરાવળમાં 2 નંબરનું સિગ્નલ લગાવાયુ

માછીમારોને માછીમારી કરતી વખતે એલર્ટ રહેવા માટે તંત્ર દ્વારા સુચના

રાજકોટ : અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલ જાફરાબાદનો દરિયો શાંત છે તેમ છતા તકેદારીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને માછીમારી કરતી વખતે એલર્ટ રહેવા માટે તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.
ડિપ્રેશનના કારણે પવનની ગતિમાં થોડો વધારો થયો છે. જેથી જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વેરાવળ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનની કોઇ અસર જોવા નથી મળી રહી. જો કે પવનની ગતિમાં વધારો થતા તકેદારીના ભાગરૂપે જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને માછીમારી કરતી વખતે ધ્યાન રાખવા અને જરૂર જણાય તો દરિયાકિનારે આવી જવા સુચના આપવામાં આવી છે. હાલ દરિયામાં સામાન્ય સ્થિતી જોવા મળી રહી છે. તેમ છતા પણ તકેદારીના ભાગરૂપે માછીમારોને દરિયો નહી ખેડવા માટે સુચના આપવામાં આવી છે.

(9:48 pm IST)