Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

ભીલાડ પોલીસે ટ્રકના ચોરખાનામાં લઇ જવાતો રૂ. 4.5 લાખનો દારૂ પકડી પાડ્યો

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદિપસિંહ ઝાલાની સૂચના અને ડીવાયએસપી વી. એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ ભીલાડ પીએસઆઇ આર. બી. વનારે ટ્રકને પકડી તેના ચોર ખાનામાં સંતાડેલો દારૂ પકડી પાડ્યો

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ : ભીલાડ પોલીસે બાતમીના પગલે હાઇવ પરથી જતી એક ટ્રકમાંથી રૂ. 4.5 લાખનો અધધ કહી શકાય એવો જથ્થો પકડી પાડ્યો હતો. આ દારૂ ટ્રકના ચોર ખાનામાં સંતાડેલો હતો. વલસાડ એસપી ડો. રાજદિપસિંહ ઝાલાની સૂચના અને ડીવાયએસપી વી. એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ કર્તવ્યનિષ્ઠ ભીલાડ પીએસઆઇ આર. બી. વનારે વલવાડા મોહનગામ ફાટક પાસે હાથ ધરેલી નાકાબંધીમાં ત્યાંથી પસાર થતી ટ્રક નં. MH43Y 5298 અટકાવી તેની જડતી લીધી હતી. જેમાં બનાવેલા વિશેષ ગુપ્ત ચોર ખાનામાંથી પોલીસે દારૂની  7824 બોટલો કિં. રૂ. 4.51 લાખની મળી આવી હતી. જેના પગલે પોલીસે ટ્રક ચાલક મહેબુબ ઉર્ફે મેમલો બચુભાઇ ભટ્ટી રહે. ભચાવ કચ્છને પકડી પાડ્યો હતો અને તેની વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:16 pm IST)
  • અરવલ્લી જિલ્લાનું ધનસુરા 48 કલાકમાં 30થી વધુ કેસ આવતા 23 નવેમ્બર સુધી જનતા કરફયુ : આજથી સજ્જડ બંધ રહેશે access_time 11:20 pm IST

  • રાજસ્થાનમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં 3007 નવા કેસ નોંધાયા : જયપુર,જોધપુર, ઉદયપુર,બિકાનેર , અલ્વર ,કોટા , અજમેર અને ભીલવાડામાં રાત્રી કર્ફ્યુ લગાડયો access_time 12:33 am IST

  • બુધવારે તામિલનાડુના સાગરકિનારે ચક્રવાત નિવાર ત્રાટકશે:ચક્રવાત "NIVAR" 25 મી સવાર સુધીમાં ચેન્નઈ અને પોન્ડીચેરી વચ્ચે, ઉત્તર તમિલનાડુના સાગર કિનારેથી પસાર થશે access_time 4:52 pm IST