Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

સાંજે પ વાગ્યે ચૂંટણી પંચ કરશે પ્રેસ કોન્ફરન્સ

આજે થઇ શકે છે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓની તારીખોની જાહેરાત

અમદાવાદ, તા.૨૩: રાજયભરમાં જેની આતુરતાથી રાહ જોવાતી હતી. તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સાંજે પાંચ વાગ્યે રાજય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખ જાહેર કરશે.

ચૂંટણી પંચ બે તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આયોજિત કરે તેવી સંભાવના છે. પ્રથમ તબક્કામાં મહાપાલિકાની ચૂંટણી આયોજિત થશે. છ મહાનગર પાલિકા અને ૮૧ નગર પાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. તેની સાંજે પાંચ વાગ્યા તારીખ જાહેર થશે. ઉલ્લેખનિય છે કે, કોરોના કાળમાં વધતા કોરોનાના કેસના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચૂંટણી પંચે ત્રણ મહિના પાછી ઠેલી હતી.

શું છે સંભાવનાઓ

સૌપ્રથમ ૬ મનપાની ચૂંટણીઓ કરવામાં આવશે.  ૨૧ ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાનું મતદાન હાથ ધરાશે. બીજા તબક્કામાં તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાશેઃ સૂત્ર ૮૧ નગરપાલિકાની ચૂંટણીઓ પણ બીજા તબક્કામાં યોજાશેઃ સૂત્ર ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે બીજા તબક્કામાં ૨૮ ફેબ્રુઆરીએ મતદાન યોજાશેઃ માર્ચ મહિનાની શરૂઆતમાં મતગણતરી કરાશે.

(3:18 pm IST)