Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

પાંજરાઓ ગોઠવીને બે દીપડાંને ઝડપી લેવાયા

ખડકી ગામે દીપડાના આંટાફેરા

વલસાડ, તા.૨૩ : વલસાડના પારડી નજીક ખડકી ગામે છેલ્લા કેટલાક દિવસોથી બે દીપડાના આંટાફેરા વધી જતા ગામવાસીઓમાં ફફડાટ હતો. જો કે શુક્રવારે મધરાતે દીપડાને પકડવા વન વિભાગે મુકેલા પાંજરામાં બે દીપડાને પકડવામાં સફળતા મળી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ખડકી ગામમાં દીપડો આંટાફેરા કરતો હોવાનું તેમજ બે દિવસ પૂર્વે એક વાછરડીનું મારણ કર્યું હોવાની જાણ ગામના સરપંચે વન વભાગને કરી હતી. વન વિભાગની ટીમે સીસીટીવી કેમેરા સર્વેલન્સની મદદથી દીપડો બંધ ક્વોરી પાસે દેખાયો હોવાનું જણાયા ત્યાં પાજંરુ ગોઠવ્યું હતું. ગત રાત્રે દીપડાને પકડવા માટેના પાંજરામાં તે પુરાઈ ગયો હતો.

બે અલગ અલગ સ્થળે મૂકાયેલા પાંજરામાં બે દીપડા પકડતા વનવિભાગ અને ખેડૂતોએ રાહત નો દમ લીધો હતો.

(8:15 pm IST)