Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

આ વર્ષે નૂતન વર્ષ પ્રારંભ સૂર્યોદયથી નહિ પણ સવારે ૧૦.૩૧ વાગ્યાથી : લગ્નોત્સવ ર૭ નવેમ્બરથી

શાસ્ત્રોકત દૃષ્ટિએ નવું વર્ષ બેસવામાં ફેરફાર : નવમા નોરતે (રપ ઓકટોબરે) જ દશેરા ઉજવાશે

રાજકોટ તા. ર૩ એક તરફ કોરાનાનો મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે. બીજી તરફ વર્ષના મોટા તહેવારો આવી રહ્યા છે. આવતા દિવસોમાં કોરાના ખમૈયા કરશે તેવી આશા સાથે લોકો સારા દિવસોની રાહ જોઇ રહ્યા છે. હાલ ચાલતો અધિક માસ પૂર્ણ થયા બાદ આસો માસના મહત્વના તહેવારો આવશે. દર વર્ષે સામાન્ય રીતે દિવાળીના બીજા દિવસે સવારે સૂરજ ઉગતાની સાથે જ નવુ વર્ષ બેસી જતુ હોય છે પરંતુ આ વખતે અધિક માસ અને તિથીની વધઘટના કારણે નૂતન વર્ષ તા. ૧પ નવેમ્બરે સવારે ૧૦.૩૧ વાગ્યાથી શરૂ થશે. તે પૂર્વે સવારનો સમય શાસ્ત્રોકત દ્રષ્ટીએ દિવાળીનો ભાગ છે. દિવાળી પછી લગ્નોત્સવની નવી મોસમ તા. ર૭ નવેમ્બરથી શરૂ થશે. નવેમ્બર-ડીસેમ્બરમાં લગ્નના ચોખ્ખા પ મુહૂર્તો છે.

શાસ્ત્રી શ્રી લલિતકુમાર એલ. ભટ્ટના કહેવા મુજબ નવરાત્રી પ્રારંભ તા. ૧૭ ઓકટોબરથી થશે. નવમા નોરતાએ તા. રપ મીએ દશેરા ઉજવાશે. બીજા દિવસે તા. ર૬ મીએ પણ દશમ છે. મધ્યાહનનો ભાગ તા. રપ મીએ આવતો હોવાથી શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમો તે દિવસે થશે. તા. ૩૦ ઓકટોબરે શરદ પૂનમ છે. તા. ૧૪ નવેમ્બરે શનિવારે દિવાળી અને તા. ૧પ નવેમ્બરે રવિવારે નૂતન વર્ષ છે.

 તે દિવસે નુતન વર્ષના પ્રારંભ સવારે ૧૦.૩૧ વાગ્યાથી થશે તા.૧૬ મીએ ભાઇબીજ અને તા.૧૯મીએ લાભપાંચમ છે. તા.ર૧મીએ જલારામ જયંતી અને તા.રપમીએ દેવ દિવાળી આવે છે.

દિવાળી પછી લગ્નોત્સવનો પ્રારંભ તા.ર૭ નવેમ્બરથી થશે. ૧૬ ડીસેમ્બરે કમુહૃર્તા બેસે તે પુર્વે શુભલગ્નના પાંચ મુર્હતો છે. જેમાં નવેમ્બરમાં તા.ર૭ અને ૩૦ તથા ડીસેમ્બરમાં તા. ૭,૮ અને ૯ નો સમાવેશ થાય છે. લગ્નોત્સવનો બોજો તબકકો ર૦ર૧ના વર્ષના જાન્યુઆરી માસની તા. ર૦ થી શરૂ થશે.(પ.ર૪)

ર૦ર૦ ના વર્ષમાં લગ્નના મૂહુર્તો

ર૭ નવેમ્બર શુક્રવાર

૩૦ નવેમ્બર સોમવાર

૦૭ ડીસેમ્બર સોમવાર

૦૮ ડીસેમ્બર મંગળવાર

૦૯ ડીસેમ્બર બુધવાર

(4:06 pm IST)