Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

વડોદરાના ડભોઇ રોડ વિસ્તારમાં ભાભીનો ત્રાસ સહન ન થતા કુંવારી યુવતીને માતા બનાવીને નોબત આવી

વડોદરા: શહેરના ડભોઇ રોડ પર માતા પિતાનું છત્ર ગુમાવનાર યુવતીને ભાભી નો ત્રાસ સહન નહીં થતા આખરે કુંવારી માતા બનવાનો વારો આવ્યો છે.

વડોદરાના ડભોઇ રોડ વિસ્તારમાં રહેતી મોનિકા નામ બદલેલ છે ના માતા પિતા નું થોડા સમય પહેલા અવસાન થતાં ભાઈ ભાભી સાથે રહેવાનો વખત આવ્યો હતો. થોડો સમય સારી રીતે રહ્યા બાદ ભાભી હેરાન ગતિ શરૂ કરતા આખરે મોનિકાએ ઘર છોડ્યું હતું અને ભાડાના ઘરમાં રહેવા ગઇ હતી.

દરમિયાનમાં મોનિકા મહેશ નામના એક પરણીત પુરુષ ના સંપર્કમાં આવી હતી.બે બાળકોના પિતાએ મોનિકા ના ઘરે અવરજવર ચાલુ કરી હતી. ખાનગી કંપનીમાં નોકરી કરતો મહેશ મોનિકા ને મદદરૂપ થતો હોવાથી બંને વચ્ચે સંબંધો ગાઢ બન્યા હતા અને તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

મોનિકા પ્રેગનેન્ટ થતા તેણે ભાઈ ભાભી થી વાત છુપાવી હતી અને મહેશ ને જાણ કરી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. મોનિકા ને કુંવારી માતા બનવાનો વખત આવતા મહેશે મોઢું ફેરવી લીધું હતું અને મોનિકા ના ઘેર આઉજા બંધ કરી સંબંધો કાપી નાખ્યા હતા. મોનિકાના ભાઈએ મોનિકા સાથે ઝઘડો પણ કર્યો હતો અને તે નારાજ થઈ ગયો હતો. આખરે મૂંઝાયેલી મોનિકા હે વડોદરા અભયમ ને જાણ કરતાં અભયમના કાઉન્સિલરે મહેશ ને સમજાવી કાયદાકીય રીતે ગંભીર અપરાધ કર્યો હોવાની જાણ કરી તેને માંજલપુર પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો. મહેશે મોનિકાના બાળકના ઉછેરની જવાબદારી લેવા તૈયારી દર્શાવતા મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવી કે કેમ તેનો નિર્ણય મોનિકા પર છોડવામાં આવ્યો છે.

(5:02 pm IST)