Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં યુવતી પર બળાત્કાર ગુજારનાર નરાધમને ઝડપવા પોલીસે કવાયત હાથ ધરી

વડોદરા: શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક હોટલમાં યુવતી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશને નોંધાઈ છે.

બનાવ અંગે પોલીસે જણાવ્યું છે કે, દિપ પટેલ નામના શખ્સે યુવતીને નોકરી બાબતે વાતચીત થઈ હોવાથી તા 2 સપ્ટેમ્બરે સયાજીગંજ ની અદિતિ હોટલ માં બોલાવી હતી.

યુવતી રૂમમાં આવતા દિપ પટેલે દરવાજો બંધ કરી દીધો હતો અને યુવતી સાથે તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. યુવકે વહેલી સવારે યુવતીને જવા દીધી હતી.

સયાજીગંજ પોલીસે પીડિતાની ફરીયાદના આધારે દિપ પટેલ (રહે.અશ્વમેઘ કોમ્પ્લેક્સ,રાજમહેલ રોડ) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:03 pm IST)