Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

વલસાડ એલસીબીએ દારૂનો જથ્થો લક્ઝરીમાંથી પકડતા ટ્રાવેલ્સો શંકાના દાયરામાં

જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શનથી એલસીબી પીઆઈ ડી.ટી.ગામીત ,પીએસઆઈ જી.આઈ.રાઠોડ , નરેન્દ્રસિંહ , અજયભાઈ , વિક્રમભાઈ , પરેશભાઈની ટીમને સફળતા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ એલસીબીએ હાઇવે પર પારડી પાસેથી એક લક્ઝરી બસને દારૂના જથ્થા સાથે કબજે કરી છે. લક્ઝરીના ચેકિંગ દરમિયાન તેમાંથી રૂ. 30 હજારના દારૂ સાથે ડ્રાઇવર અને ક્લિનરને પકડી પાડ્યા હતા.

 વલસાડ એલસીબી પીઆઇ ગામિતે આ બનાવ સંદર્ભે અકિલાને માહિતી આપતા જણાવ્યું કે, બાતમીના પગલે હાઇવે પર પારડી નજીક ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં પુનાથી અમદાવાદ જતી એક લક્ઝરી બસ નં. GJ-1-DZ-4141 માં દારૂ જતો હોવાની બાતમી મળી હતી. જેના પગલે એલસીબીએ આ લક્ઝરી બસને રોકી તેની તલાસી લીધી હતી. જેમાંથી તેમને લક્ઝરી બસની પાછળના ભાગે દારૂની 240 બોટલો કિં. રૂ. 30 હજારની મળી આવી હતી. આ દારૂ ડ્રાઇવર અને ક્લિનરે મહારાષ્ટ્રથી ભરાવ્યો હતો. જેના પગલે પોલીસે દારૂનો જથ્થો કબજે કરી ડ્રાઇવર સાકિર હુસેન અબ્દુલ રહેમાન શેખ રહે વેજલ પોર અમદાવાદ અને વાપીના ગૌરવ ઉર્ફે ગોલુ સંતોષ શર્માની ધપકડ કરી હતી. આ બસમાં 35 મુસાફરો હતા.

 પોલીસે બસ પકડતા બસ ચાલકે જ આ મુસાફરોને બીજી બસમાં બેસાડી દીધા હતા. આ બસ પકડાતા હવે મહારાષ્ટ્રથી આવતી બસમાં દારૂની હેરાફેરી કરનારાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. વલસાડ જિલ્લામાં ડીએસપી તરીકે રાજદિપસિંહ ઝાલાની નિયુક્તિ બાદ બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

(6:36 pm IST)