Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

રાજપીપળામાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ સૃજા સાહેલી દ્વારા જાયન્ટ્સ સપ્તાહની ઉજવણી પ્રસંગે વિવિધ સેવાકીય કાર્યો કરાયા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા જાયન્ટસ ગ્રુપ ઓફ સૃજા સાહેલી દવારા દ્વારા તા. 17/9 /2020 થી 22/09/2020 સુધીથી વિવિધ સેવાકાર્યો કરી જાયન્ટ્સ સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. હતી
 જાયન્ટ્સ ગ્રુપ ઓફ સૃજા સાહેલીના પ્રમુખ મહેરુનીશાબેન શેખની રાહબરી હેઠળ સમગ્ર સપ્તાહ દરમ્યાન વિવિધ  સેવાકીય કાર્યક્રમોમાં કોવીડ 19 ની ગાઈડ લાઈનનું પાલન કરીને  રાજપીપળાની સિવિલ હોસ્પિટલ, વિજય મેટરનિટી હોસ્પિટલ માં ફ્રુટ વિતરણ,નિઝામશાહ દરગાહ પાસે ગરીબો ને અલ્પાહાર,શીતળામાતાના મંદિર ના પટાંગણની સાફ સફાઈ કરવામાં આવી હતી તેમજ રાજપીપળા કાળિયાભુત પાસે આવેલી ગૌશાળામાં ગાય માતાને રોટલાં ખવડાવવામાં આવ્યા હતા સાથેજ તમામ જાયન્ટ્સ ગ્રુપ ઓફ સૃજા સાહેલીની બહેનોના ઘર આંગણે આવતા સફાઈ સૈનિકો ને ચા-અને બિસ્કિટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ તમામ કાર્યક્રમો માં જાયન્ટ્સ ગ્રુપ ઓફ સૃજા સાહેલી રાજપીપળા ગ્રુપ ની બહેનો એ ઉત્સાહભેર ભાગ લઇ આ સેવાકીય કાર્યો ને આગળ ધપાવ્યા હતા

 

(6:49 pm IST)