Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ગરુડેશ્વરના ગોરા કોલોની ખાતે રહેતી યુવતીએ માસીકની બીમારીથી કંટાળી ફાંસો ખાઈ લેતા મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગોરા કોલોની ખાતે રહેતી એક યુવતીએ માસિકની  બીમારીથી કંટાળી ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોરા કોલોનીમાં રહેતા ફાલ્ગુનીબેન સુરેશભભાઈ ગોહિલ(ઉ.વ.૧૭) માસીકની બીમારી હોવાથી તેનાથી કંટાળીને તેણીએ નાહવા જવાના બહાને ઘરની પાછળના રૂમમાં જઇ લાકડા સાથે દુપટ્ટા બાંધી ગળે ફાંસો ખાઇ લટકી જઇ મોત વ્હાલું કર્યું હતું.કેવડિયા પોલીસે આ બાબતે અ. મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(7:00 pm IST)