Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ગંભીરપુરા ગામમાં ઘર અને ખેતરમાં ભાગ બાબતે પુત્રએ પિતાને માર મારતા પુત્ર, પુત્રવધુ સામે ફરિયાદ

આઠ વર્ષથી સાસરીમાં રહેતો પુત્રએ પિતા પાસે આવી ખેતર અને ઘરમાં ભાગ માંગતા બબાલ થઈ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના ગંભીરપુરા ગામમાં ખેતર અને ઘરમાં ભાગ માંગતા પુત્ર અને પુત્રવધુએ પિતાને માર માર્યા ની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકે દાખલ થઈ છે.
 પ્રાપ્ત માહિતી મુજબ ગંભીરપુરા ગામ માં રહેતા પ્રભુભાઈ રામાભાઈ તડવીની ફરિયાદ મુજબ તેમનો પુત્ર વિજય ઉર્ફે પ્રવિણ પ્રભુભાઈ તડવી તથા પુત્રવધુ હેમુબેન વિજયભાઈ ઉર્ફે પ્રવિણભાઈ પ્રભુભાઈ તડવી બન્ને રહે.સુરજવડ ખેતર અને ઘર માં ભાગ માંગવા આવતા પિતા એ જણાવ્યું કે તું લગ્ન કર્યા પછી તારી સાસરીમાં રહેતો હતો અને આઠ વર્ષ પછી આવીને તને ઘર અને ખેતર જોયે છે.તેમ જણાવતા પુત્ર એકદમ ઉશ્કેરાઇ જઇ પિતાને કમર લાતો મારી કમર તથા પેઢાના ભાગે ગેબી માર મારી ઇજા પહોચાડી તથા આરોપી પુત્રવધુ એ ઉશ્કેરણી જનક ગાળો બોલી એક બીજાની મદદગારી કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(7:01 pm IST)